પરિણીતિ ચોપડાનો આ લુક જોઇ ઉડા જશે તમારા હોંશ, જુઓ તસવીરો

પરિણીતિ ચોપડા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મને કારણે ચર્ચાનો વિષય બની છે. તેને હાલમાં જ સ્પોટ કરવામાં આવી હતી. તેનો આ લુક ખૂબ જ સરસ જોવા મળ્યો હતો. તે આ લુકમાં ખૂબ હોટ લાગી રહી હતી.

Image source

પરિણીતિએ સલોન વિઝીટ માટે બ્લેક અને વ્હાઇટનું કલાસિક કોમ્બિનેશન કર્યુ હતું. પરિણીતિનું કોમ્બિનેશન ખૂબ જ શાનદાર લાગી રહ્યુ હતું.

પરિણીતિએ બ્લેક કલરનું ટૂ પીસ પેન્ટ સૂટ પહેર્યું હતું. આ સાથે જ તેણે સ્ટ્રેટ કટ પેન્ટ પહેર્યુ હતું. પરિણીતિ ચોપડાએ તેના લુકને કૈઝયુઅલ ટચ આપવા માટે સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી

પરિણીતિએ લુકને સ્ટાઇલિશ બનાવવા માટે ગોલ્ડન કલરના મ્યૂલ્સ પહેર્યા હતા. તેણે લુકને કમ્પલિટ કરવા માટે કાળા રંગના ચશ્મા પણ પહેર્યા હતા. જે ખૂબ જ સારી ડિઝાઇનનું હતું. પરિણીતિ ચોપડાનો આ લુક ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ હતો. પરિણીતિએ જે કપડાનો ઉપયોગ કર્યો હતો તે આમ તો અલગ અલગ કેટેગરીમાં આવે છે પરંતુ તેનો આ લુક ખૂબ જ સરસ લાગતો હતો.

તમને જણાવી દઇએ કે, પરિણિતી ચેપડાની આગામી આંતરરાષ્ટ્રીય બેસ્ટ સેલર ‘ધ ગર્લ ઓન ટ્રેન’ પર હિન્દીમાં બનાવવામાં આવી રહેલ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા પછી ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. ટ્રેલરને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરિણીતી ચોપડાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવ્યા બાદ હવે પરિણીતી ચોપડાએ તેના ચાહકોનો આભાર પણ માન્યો હતો.

Image source

ધ ગર્લ ઓન ટ્રેન વર્ષ ૨૦૧૬માં આવેલી હોલીવુડની ફિલ્મની હિન્દી રીમેક છે. હોલીવુડની ફિલ્મમાં એમિલીના અભિનયની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હિન્દી રીમેકનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. લોકોએ ટ્રેલરને ખૂબ પસંદ કર્યું છે. આ ફિલ્મ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૨૬ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. રિભુ દાસગુપ્તાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં પરિણીતીએ એક આલ્કોહૉલિક વિધવાનો રોલ ભજવ્યો છે.

Image source

પોતાની જર્ની દરમ્યાન તે એક ગુમ થયેલી વ્યક્તિની તપાસમાં સામેલ થાય છે અને કેટલીક વાતોને ઉજાગર કરે છે. પોતાના પાત્ર વિશે પરિણીતીએ કહ્યું કે એમિલીએ ફિલ્મમાં જે કામ કર્યું છે એનું ભારણ લીધા વગર મેં મારો રોલ ભજવ્યો છે. મારા પાત્રને મેં જાતે જ ઘડ્યું છે અને હું પહેલેથી જ સ્પષ્ટ હતી કે મારા રોલમાં હું મારો જ સ્પર્શ આપીશ. મેં સ્ક્રીન પર જે કરવાનો પ્રયાસ કર્યો છે લોકોએ એને પ્રેમ આપ્યો છે અને એની હું પ્રશંસા કરું છું. મને એ વાતની પૂરી ખાતરી છે કે લોકોને સીટ પર જકડી રાખનાર આ ફિલ્મ ચોક્કસ મનોરંજન પૂરું પાડશે.

Image source

હું ખૂબ ખુશ છું કે ટ્રેલરને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો. ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં મારા અભિનયને લોકોએ પ્રેમ આપ્યો તેની હું તેમની આભારી છું.અમારું વર્ઝન લોકોને દેખાડવા માટે હું આતુર છું.’

Shah Jina