મેરેજ પછીની પહેલી દિવાળી પર પરિણીતી ચોપરાને પતિ પર પ્રેમ ઉભરાયો, કિસ કરતા દિવાળી ઉજવી

આખા ભારત દેશમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી થઇ ચુકી છે. એવામાં આ દિવાળી ઘણા સેલેબ્સ માટે ખાસ હતી કારણ એ છે કે લગ્ન પછી આ તેમની પહેલી દિવાળી હતી. આ યાદીમાં કિઆરા-સિદ્ધાર્થથી લઈને પરિણીતી-રાઘવના નામ સામેલ છે.

બોલિવૂડની નાજુક અને નમણી અભિનેત્રી પરિણીતી ચોપરાએ આ વર્ષના સપ્ટેમ્બરમાં પોલિટિશિયન રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. રાઘવ સાથે આ તેની પહેલી દિવાળી હતી. જેની તેમણે ખૂબ જ ખાસ રીતે ઉજવણી કરી હતી.

અભિનેત્રી પરિણીતીએ સોશિયલ મીડિયા પર તેના એકાઉન્ટમાં દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

દિવાળીના ખાસ તહેવારમાં પરિણીતીએ મરૂન કલરની સાડી પહેરી હતી અને રાઘવે બ્લેક અને મરૂન કલરનો આઉટફિટ પહેર્યો હતો. તસવીરોમાં પરિણીતી રાઘવને કિસ કરતી દેખાય છે.

YC