ન્યુ યરનું સેલિબ્રેશન કરવા બોલીવુડના સિતારાઓ તેના પરિવારજનો અને મિત્રો સાથે વિદેશમાં ઉપડી ગયા છે. જેમાં કરીના-કપૂર, સૈફ અલી ખાન, વરુણ ધવન અને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સ્વિટ્ઝરલેન્ડમાં વેકેશનનો આનંદ માણી રહ્યા છે તો સોનમ કપૂર ઇટલીમાં તેના પતિ આનંદ આહુજા સાથે તો પરિણીતી ચોપરા ઓસ્ટ્રેલિયામાં વેકેશનનો આનંદ માણી રહી છે.
View this post on Instagram
સોનમ કપૂરે નવા વર્ષને વધાવવા અને ગત વર્ષને યાદ કરીને એક રોમેટિંક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે લિપલોક કરતી નજરે ચડે છે. આ વિડીયો ઇટલીનો છે. હાલ સોશિયલ મીડિયામાં સોનમ અને આનંદ આહુજાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, પાછળનો દાયકો એકદમ શાનદાર રહ્યો હતો. મેં ઘણી સારી ફિલ્મમાં કામ કર્યું હતું. આ દરમિયાન ઘણા અમેઝિન લોકો મળ્યા હતા જે જીવનભરનો સાથ આપ્યો છે. મેં મારી બહેન રિયા કપૂર સાથે ત્રણ ફિલ્મમાં બનાવી છે તેનાથી એ સાબિત થયું કે, બહેન એક સારી પાર્ટનર છે.
View this post on Instagram
વધુમાં સોનમે લખ્યું હતું કે, હું મારા સોલમેટને મળી, અમે લગ્ન કરીને ઘર બનાવ્યું છે. પરંતુ આ દાયકાએ મને ઘણું શીખવ્યું છે જીવનમાં ઘણા રસ્તા છે પરંતુ એક જ રસ્તો છે જેને આપણે સાચા ઈરાદા સાથે પૂરો કરવો જોઈએ. બધાને ઘણી ઘણી શુભેચ્છા.
View this post on Instagram
જો પરિણીતી ચોપરાની વાત કરવામાં આવે તો તે હાલ ઓસ્ટ્રેલિયામાં વેકેશનનો આનંદ માણી રહી છે. પરિણીતીએ હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં તે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી નજરે ચડે છે. આ વીડિયોમાં પરિણીતીનો અંદાજ જોવા લાયક છે.
View this post on Instagram
પરિણીતિના વીડિયોને આ લખાય છે ત્યાં સુધીમાં 9 લાખથી વધુ વખત જોવાઈ ચુક્યો છે. આ વીડિયોને શેર કરતા પરિણીતીએ લખ્યું હતું કે, 2019 તે મને ઘણું બધું શીખવ્યું છે. આનાથી કોઈ સારા ગુરુ વિષે વિચારી પણ નથી શકતી. ધન્યવાદ. હું પણ તારી જેમ આ વસ્તુ કરી શકું. જયારે હું બરફથી ઘેરાયેલા પહાડોની વચ્ચે ઓસ્ટ્રેલિયાના એક ઝરણામાં તરી રહી છું.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.