જામનગરમાં પુત્રવધુ અને સસરા વચ્ચેના સંબંધો થયા તાર-તાર ! સસરાએ પુત્રવધુ સાથે 3-4 વાર જબરદસ્તી સુખ માણી લીધું

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓ સંબંધોને શર્મશાર કરતા પણ હોય છે. ઘણીવાર મહિલાઓ અને યુવતિઓ પર દુષ્કર્મના કિસ્સામાં સસરા અને પુત્રવધુ તેમજ જીજા-સાળીના સંબંધો તાર તાર થતા હોય છે. ત્યારે હાલ જામનગરમાંથી દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સસરાએ પોતાની જ પુત્રવધુ પર નજર બગાડી તેની સાથે એક વાર નહિ પણ ત્રણ ચાર વાર દુષ્કર્મ આચર્યુ હતુ. જામનગરમાં પુત્રવધુએ પોતાનાં જ સસરા પર સંબંધોને શર્મસાર કરતા આરોપો લગાવ્યા છે. તેણે પોલિસ ફરિયાદ પણ દાખલ કરાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે શહેરનાં ખુબ જ સંપત્તિવાન ગણાતા વિસ્તાર એવા કેતન સોસાયટીમાં રહેતા એક પરિવારની પુત્રવધુએ સસરા પર ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ તો સમગ્ર મામલો સામે આવતા ચકચાર મચી છે. રીપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાની આ ઘટનામાં પોલીસે તપાસ કર્યા બાદ સસરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પુત્રવધૂએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, આજથી એક-સવા વર્ષ પહેલા ઘરે અગાસીના ટાંકામાં પાણી નથી તેમ કહેતા પોતે જોવા ગઇ હતી અને ત્યારે તેના સસરાએ તેને પાછળથી પકડી લીધી હતી. જે બાદ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી નીચેના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આવું એકવાર નહિ પરંતુ ત્રણથી ચાર વાર અલગ અલગ સમયે કર્યું હતું. ત્યારે આખરે કંટાળીને પુત્રવધૂએ સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે સસરા સામે ગુનો દાખલ કરી તેની અટક કરી છે.

જણાવી દઇએ કે, ગત્તવર્ષે અમદાવાદ શહેરમાં પણ આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ સસરા સામે છેડતીની ફરિયાદ દાખલ કરાવી હતી. સસરાએ એવું કહી પુત્રવધુની છેડતી કરી હતી કે ચાલ ઇચ્છા પુરી કરીએ. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટના સમાજની માનસિકતા દર્શાવે છે. સસરા તો વહુ માટે પિતા સમાન હોય છે. પરંતુ આવા કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી જાય છે.

Shah Jina