લેખકની કલમે

પરીક્ષાને લગતા મારા વિચાર રજૂ કરતું નાનકડુ નજરાણુ. દરેક માં-બાપ વિધાર્થી અચૂક થી સમય ફાળવી વાંચજો

આદરણીય વાલી મિત્રો,

પરીક્ષાનું વાતાવરણ કેટલાયનાં ઘરમાં છવાઇ ગયુ છે તેને થોડુ સરળ અને સચોટ કરવા માટે આજે મારા વિચારો રજૂ કરુ છુ. સૌપ્રથમ તો બાળક ને ઉછેરવા એટલે “ઝાકળ ને હથેળીમાં લઈને તેને જાળવવાની ઘટના”. બાળક કરતાં માં-બાપ એ સમજવાનુ છે કે બાળક શું કરી શકે છે, એને શું કરવામાં મન છે, અને એ કયાં કામ ને સરળ અને યોગ્ય બનાવી શકે છે.પણ્, આજના આત્યાધુનિક યુગમાં ક્યાંક બાળકની સાથે સાથે માં-બાપ તરીકે એમની ફરજ બાળકને ટેકો આપવાની છે નહિ કે ટોકવાની. તે ભુલી ગયા છે પણ, આજે કંઇક એમ થઈ ગયું છે કે પાડોશીનો છોકરો છોકરી કેટલા ટકા(માર્ક્સ્) લાવ્યાં તેની હરીફાઈમાં ક્યાંય આપણુ બાળક ફ્કત ભણતર ની પરીક્ષાથી જ નહી પણ જીંદગીના ગણતર અને બીજા ઘણા એવા નિર્ણયો લેવામાં આગળ વધવા થકી હારી જાય છે. યાદ રાખજો જગતના કોઇ બાળકમાં કદી ખામી હોતી જ નથી. સમસ્યા હંમેશા વાલી પક્ષ કે પરિસ્થિતિમાં હોય છે. એક માં-બાપ તરીકે આપણે જ આપણા બાળકને મજબૂત અને મહેનતુ બનાવવા માટે સક્ષમ કરવાનુ છે. પણ,ના ! આપણે આપણા બાળકને બસ પ્રથમ જોવા માંગીએ છીએ અને એના થકી જ ક્યાંય આપણે આપણા બાળકમાં રહેલી વિશેષતાને અણદેખી કરીએ છે. કેમ કદી કોઇ એમ નથી કહેતુ કે ભલે,બેટા તને જે આવડે જેવુ આવડે તેવુ લખજે. હું સદાય તારી સાથે છું.
ફક્ત, શૌક્ષણિક પરીક્ષાઓ જ જીંદગીમાં છેલ્લી નથી હોતી,બીજી ઘણી પરીક્ષાઓ આવાની છે જેને પાર પાડવાની છે.પણ જો માં-બાપ માં જ ધીરજ ના હોય તો ? યાદ રાખજો, ધીરજ અને પ્રેમ એ બાળકેળવણીનાં ફેંફસા છે.
તમારી સાથે એક નાનકડો કિસ્સો રજૂ કરવા માંગીશ. એક મધ્યમવર્ગીય ઘરમાં ઉછરેલી બાળકી. જેને ૧૨ બોર્ડ્ની પરીક્ષા અને બાળકી પણ એટલી મહેનતુ કે તમને અંદાજો ના આવે કે આવુ બાળક પણ નિષ્ફળ\નાપાસ થાય. કુદરતનાં પ્રકોપે તો ના કહી શકુ પણ કદાચ કોઇ અંશે મહેનત ઓછી પડી કે નાની ભૂલના કારણે તે નાપાસ થયી. ઘરનાં સૌ કોઇને આતુરતા હતી પરીણામની. પરંતુ થયુ કંઇક એવુ કે આનંદ ઉલ્લાસ સાથે આતુરતામાં ડુબેલુ ઘર ખોવાઇ ગયુ. બાળકી પણ તૂટી ગઈ હતી તેની આંખમાં થી અંશ્રુની ધારા વરસતી હતી. ત્યાં એના માં-બાપ સાથે ઘરના બીજા સભ્યોએ એને મનગમતુ ભોજન,ફરસાણ અને આઇસ્કિમ ખવડાવી એવી સાંત્વના આપી કે એ છોકરી મન લગાવીને ફરી મહેનત કરવા લાગી,ટૂંકમાં કહુ તો આજે એ બાળકી એક ભવ્ય અંગેજી માધ્યમ શાળાની શિક્ષિકા છે અને સાથે સાથે ઘરમાં નાનકડી શાળા કહી શકાય તેવા ૫૦થી બધુ બાળકોને જ્ઞાનપાઠ આપે છે.

વિચાર કરો જે છોકરી નાપાસ થઈ હતી એ જ છોકરી આજે બીજા બાળકોને ભણાવે છે. તો તમારા બાળકમાં પણ કંઇક વિશેષતા છે જ. કહેવાય છે ને કે “મન હોય તો માંડવે જવાય” તેવી રીતે જ હું કહીશ કે જો તમારામાં ધીરજ અને ધગશ હોય તો દુનિયાની કોઇ તાકાત નથી કે તમને હરાવી શકે. બસ, થોડી મહેનત અને આત્મશ્ર્ધ્ધા હોવી જરૂરી છે. તમે જોયુ હશે કે નાનક્ડું બાળક પડી જાય તો એને જાતે ઉભુ થતાં વાર લાગે છે, પણ તે એના નાનકડા હાથનાં ટેકે ઉભુ તો થાય છે જ. બસ,વિધાર્થી માટે પણ કંઇક આવુ જ છે, માં-બાપ એ બાળક\વિદ્યાર્થી નો ટેકો બનવાનુ છે નહી કે તેમને ટોકવાના.દુનિયા માણસને ત્યારે જ યાદ કરે છે અને યાદ રાખે છે જ્યારે એ વ્યક્તિ દુનિયાને કંઇક ને કંઇક તે્નામાં રહેલી વિશેષતાથી ખુશ કરે છે.
અંતમાં એટલુ કહીશ કે તમારે તમારા બાળકને કઈ રીતે કેળવવુ એ આત્મસંશોધન તમારે કરવાનું.
મારા સૌ વ્હાલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટેની હાર્દિક શુભકામના. !

-સુકાવ્યા

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks