હેમા માલિની કરતા પણ વધારે સુંદર છે હેરા ફેરી ફેમ બાબુ રાવની પત્ની સ્વરૂપ, મિસ ઇન્ડિયા બની ચુકી છે

પરેશ રાવલની પત્ની છે ખુબ જ સુંદર, ઝાડની નીચે થયા હતા બંનેના લગ્ન, સજાવ્યો હતો નહિ મંડપ

દરેક અભિનયમાં લોકોનું દિલ જીતવા વાળા અભિનેતા પરેશ રાવલની આજે જેટલી પણ પ્રશંશા કરીએ તેટલી ઓછી છે ભલે પછી એ ખલનાયકનો અભિનય હોય કે પછી કોમેડિયનનો. અભિનય અને પર્સનાલિટીદમ પર  ઘણી ફિલ્મોને હિટ કરાવી દેનાર પરેશ રાવલની પ્રોફેશનલ લાઈફ ઘણી વાર ચર્ચામાં રહેતી હોય છે.

ફિલ્મોમાં પરેશ રાવલ વિલન કે પછી કોમિક રોલ નિભાવતા નજર આવતા હોય છે.તેઓ તેમની અસલ જિંદગીમાં કોઈ રોમેન્ટિક હીરોથી ઓછા નથી. પરેશ રાવલ અને મિસ ઇન્ડિયા રહી ચુકેલી સ્વરૂપ સંપતની લવ સ્ટોરી કંઈક એવી છે કે કોઈ પણ તેમની લવ સ્ટોરી પર ફિલ્મ બનાવી શકે છે.

સ્વરૂપ સંપતે તેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પરેશ રાવલ મને જોતા જ દિલ આપી બેઠા હતા. આજે અમે પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપત વિશે જણાવીશું જે લાઈમલાઈટથી દૂર રહે છે. પરેશ રાવલ સ્વરૂપ સંપત સાથે વર્ષ 1987માં લગ્ન કર્યા હતા. ‘બાબુ ભૈયા’ની પત્ની સ્વરૂપ સંપત ખુબ જ સુંદર છે.

તેમના જમાનામાં સ્વરૂપના હુસ્નની ચર્ચા પણ થતી હતી. સ્વરૂપ મિસ ઇન્ડિયા યુનિવર્સ રહી ચુકેલી છે. સ્વરૂપે ટીવી કોમેડી શો ‘એ જો હૈ જિંદગી’માં કામ કરેલું છે જે ખુબ જ હિટ થઇ હતી. પરેશ રાવલ અને સ્વરૂપ સંપતની પહેલી મુલાકાત કોલેજના દિવસોમાં થઇ હતી.

અભિનેતા પૂર્વ મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપતને જોતા જ તેમના મિત્રોને કહી દીધું હતું કે હું એક દિવસ સ્વરૂપ સાથે લગ્ન કરીશ. અને સ્વરૂપ સંપતે પણ તેમની આ વાત પર જબરદસ્ત રિએક્શન આપ્યું હતું.

કોલેજની સાથે સાથે થિયેટર પણ ચાલી રહ્યું હતું, તે સમયે જ સ્વરૂપ સંપતના પિતાએ તેને મિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે પ્રોસ્તાહિત કર્યું હતું. સ્વરૂપે આ વાત તેના ભાઈ અને પરેશ રાવલને કહી હતી બંનેએ તેની વાતનું સમર્થન કર્યું હતું.

પરેશ રાવલના સપોર્ટથી સ્વરૂપે કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને પ્રતિયોગિતા જીતી લીધી હતી.10 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી પરેશ રાવલે અને સ્વરૂપ સંપત સાથે લગ્ન કરી લીધા હતા. પરેશ અને સ્વરૂપના પ્રમાણે તેમના લગ્નની સૌથી સારી વાત એ હતી કે વધારે લોકોને તેમના લગ્ન વિશે ખબર હતી નહિ. તેમના લગ્નમાં લગભગ નજીકના લોકો જ અને મિત્રો જ આવ્યા હતા.

સ્વરૂપે કહ્યું હતું કે મારા પરિવારમાં 129 વર્ષ પછી છોકરીના લગ્ન થઇ રહ્યા હતા, તેવામાં હું ભાવુક ના થવા માટે કહેવામાં આવ્યું હતું. સ્વરૂપે કહ્યું હતું કે અમે લગ્ન મંડપમાં નહિ પરંતુ ઝાડની નીચે કર્યા હતા.

સ્વરૂપે બોલિવૂડ ફિલ્મોમાં કામ કરેલું છે. ‘નરમ ગરમ’ ( 1981), ‘હિમ્મતવાલા’ (1983), ‘કરિશ્મા’ ( 1984) અને ‘સાથિયા’ (2002) જેવી ફિલ્મોમાં કામ કરેલું છે. સ્વરૂપ તેની ફિટનેસને લઈને ખુબ જ સજાગ રહે છે. જણાવી દઈએ કે સ્વરૂપ સંપત અને પરેશ રાવલના બે છોકરા છે. મોટા  છોકરાનું નામ આદિત્ય અને નાના છોકરાનું નામ અનિરુદ્ધ છે.

બોલીવુડના ખ્યાતનામ અને દિગ્ગજ અભિનેતાઓમાં પરેશ રાવલનું નામ પણ મોખરે આવે. પરેશ રાવલે બોલીવુડની ઘણી જ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ 68 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય છે, સાથે તેઓ રાજકારણ સાથે પણ જોડાયેલા છે.

પરેશ રાવલનો જન્મ 30 મેં 1950ના રોજ મુંબઈમાં રહેતા એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 1તેમને 985માં આવેલી ફિલ્મ અર્જુનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેઓ સહક કલાકારની ભૂમિકામાં હતા, પરંતુ વર્ષ 1986માં આવેલી ફિલ્મ “નામ”માં તેમને એક ઓળખ મળી ગઈ. ત્યારબાદ તેમની ફિલ્મોની સફર અવિરત ચાલતી રહી.

પરેશ રાવલે બોલીવુડની અભિનેત્રી સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા છે. સ્વરૂપ મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. તેને વર્ષ 1979માં મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સ્વરૂપ કોમેડી ધારાવાહિક “એ જો હે જિંદગી” માટે ઓળખાય છે. તે બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. “હિંમતવાલા”, “સાથિયા”, “લોરી”, “કી એન્ડ કા” અને ઉરી જેવી ફિલ્મોમાં તેને અભિનય કર્યો છે.

Patel Meet