મનોરંજન

મિસ ઇન્ડિયા સાથે લગ્ન કર્યા છે અભિનેતા પરેશ રાવલે, પહેલી નજરમાં જ થઇ ગયો હતો પ્રેમ, આ કારણે ઝાડ નીચે ફેરા ફરી કર્યા લગ્ન

આખી કહાની સાંભળીને લાગશે નવાઈ

બોલીવુડના ખ્યાતનામ અને દિગ્ગજ અભિનેતાઓમાં પરેશ રાવલનું નામ પણ મોખરે આવે. પરેશ રાવલે બોલીવુડની ઘણી જ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ 68 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં સક્રિય છે, સાથે તેઓ રાજકારણ સાથે પણ જોડાયેલા છે.

Image Source

પરેશ રાવલનો જન્મ 30 મેં 1950ના રોજ મુંબઈમાં રહેતા એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 1તેમને 985માં આવેલી ફિલ્મ અર્જુનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મમાં તેઓ સહક કલાકારની ભૂમિકામાં હતા, પરંતુ વર્ષ 1986માં આવેલી ફિલ્મ “નામ”માં તેમને એક ઓળખ મળી ગઈ. ત્યારબાદ તેમની ફિલ્મોની સફર અવિરત ચાલતી રહી.

Image Source

પરેશ રાવલે બોલીવુડની અભિનેત્રી સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા છે. સ્વરૂપ મિસ ઇન્ડિયા પણ રહી ચુકી છે. તેને વર્ષ 1979માં મિસ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. સ્વરૂપ કોમેડી ધારાવાહિક “એ જો હે જિંદગી” માટે ઓળખાય છે. તે બોલીવુડની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. “હિંમતવાલા”, “સાથિયા”, “લોરી”, “કી એન્ડ કા” અને ઉરી જેવી ફિલ્મોમાં તેને અભિનય કર્યો છે.

Image Source

પરેશ અને સ્વરૂપની મુલાકાત પોતાના થિયેટરના પ્રેમના કારણે થઇ હતી. વર્ષ 1975માં આ બંને મળ્યા હતા જયારે તેઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. પરેશે સ્વરૂપને જોતા જ તેના એક મિત્રને કહ્યું હતું કે તે એ છોકરી સાથે લગ્ન કરવામાંગે છે । એક ઇન્ટરવ્યૂમાં સ્વરૂપે જણાવ્યું હતું કે “તેમને જોયા પછી એક વર્ષ સુધી તેમની સાથે વાત પણ નથી કરી.”

Image Source

સ્વરૂપે પહેલીવાર પરેશને સ્ટેજ ઉપર પર્ફોમન્સ કરતા જોયો હતો અને તેની ચાહક બની ગઈ હતી. સ્વરૂપે સ્ટેજની પાછળ જ પરેશને પૂછ્યું કે : “તું કોણ છે? તું બહુ જ સારો અભિનય કરે છે.” ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઇ અને પછી બંને એકબીજા સાથે પ્રેમ કરવા લાગી ગયા.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં સ્વરૂપે જણાવ્યું હતું કે: “અમારા લગ્ન મુંબઈના લક્ષ્મીનારાયણ મંદિરમાં થયા હતા, જે ખુબ જ સુંદર હતી. ત્યાં કોઈ મંડપ નહોતો અને લગભગ 9 પંડિત મંત્ર બોલી રહ્યા હતા. મંડપની જગ્યાએ અમે એક મોટા વૃક્ષની નીચે જ સાત ફેરા લીધા.”

Image Source

સ્વરૂપે જણાવ્યું કે “મારો પરિવાર લગભગ 129 વર્ષ પછી દીકરીના લગ્ન જોઈ રહ્યો હતો તો મેં એમને ઈમોશનલ ના થવા માટે કહ્યું હતું.” આજે તેમના બે દીકરા છે.