...
   

આગામી 24 થી 36 કલાક સાવધાન, અંબાલાલે આપી વોર્નિંગ

 

છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં વરસાદે ધબધબાટી બોલાવી અને અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગની કેટલીક આગાહીઓ આવી જે સાચી પણ પડી. ત્યારે હાલમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે આગાહી કરી છે. કચ્છ પર સ્થિર થયેલું ડિપ ડિપ્રેશન આગળ વધ્યું છે અને બપોરે 2 વાગ્યાથી આગળ વધશે અને કચ્છનાં જખૌ બંદરથી અરબી સમુદ્રમાં જશે. જેને લઇને તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 24થી36 કલાક સાવધાન રહેવાની આગાહી કરી છે.

ડિપ ડિપ્રેશન જો વાવાઝોડું બને તો ગુજરાતને કોઈ ખતરો નથી. જો વાવાઝોડું બનશે તો થોડા આયુષ્ય વાળું હશે. આ ઉપરાંત ડિપ ડિપ્રેશન સવારે 6 થી 9 વાગ્યા સુધીમાં કચ્છથી દૂર દરિયામાં જશે અને વરસાદનું જોર ઘટશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે. હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વાત કરીએ તો તેમણે જણાવ્યુ- કચ્છ પર સક્રિય સિસ્ટમ 30 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જશે.

હાલ ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં તોફાન આવશે અને 75 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું- રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. સપ્ટેમ્બર મહિનામાં અંબાલાલે પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે 30 ઓગસ્ટ બાદ વરસાદ હળવો થશે અને આગામી 2થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે. 2 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાથી આવેલું વહન વરસાદ લાવશે.

સપ્ટેમ્બરમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના ઝાપટા પડશે. આ સાથે અંબાજી અને દાતાના ડુંગરોમાં પણ ઝાપટા પડવાની શક્યતા છે. ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડી શકે છે. 23 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડશે. કૃષિ પાકમાં રોગ આવવાની શકયતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે.

Shah Jina