ખબર

સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓની 6 મહિનાની ફી માફ કરવા પરેશ ધાનાણીનો CMને પત્ર, જાણો વિગત

કોરોના વાયરસની પરિસ્થિતિમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણ ધ્યાનમાં રાખીને લોકડાઉન  પૂરૂં થયા પછી શાળાઓ ફીની વસુલાત માટે 6 મહિના સુધી ફી ભરવાની મર્યાદા વધારી આપવામાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્ય મંત્રીને પત્ર લખી સરકારી તથા ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની માટે ફી છ માસ સુધી માફ કરવા રજૂઆત કરી છે.

Image Source

જો પરેશ ધાનાણીના આ પત્રની વાત કરવામાં આવે તો તેમણે જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ ફેલાયેલો છે. જે વિશ્વના 205 ઉપરાંતના દેશોમાં અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે. આ વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે તા. 24 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 સુધી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલ, પરંતુ કોરોના વાયરસની સ્થિતિ બેકાબુ થતાં ફરી બીજા તબક્કાનું લોકડાઉન તા. 15 એપ્રિલ, 2020થી 3 મે, 2020 સુધી બાદમાં 4 મે થી 17 મે સુધી લોકડાઉન જાહેર  કરવામાં આવ્યું છે.

આ  સાથે જ જણાવ્યું હતું કે, જે મુજબ સમગ્ર રાજ્યંમાં આગામી છ માસ સુધી સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાવસ કરતાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફ કરવા જણાવ્યું હતું. પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિમંડળે માન. રાજ્ય પાલને રૂબરૂ મળી લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પણ કોરોનાની મહામારી તથા લોકડાઉનની સ્થિતિમાં સરકારી તથા ખાનગી શાળા-કોલેજો બંધ હાલતમાં છે, શિક્ષણ કાર્ય ચાલતું નથી તેવી સ્થિાતિમાં આગામી છ માસ સુધી ફી માફીની જાહેરાત કરવા વિનંતી કરી હતી.

Image source

હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યલમાં તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે, જે ફરી ક્યારે ચાલુ થાય તે નક્કી નથી. જણાવી દઈએ કે, ધો.7,8 ધોરણમાં 40થી 50 હજારની ફી વસુલવામાં આવે છે. તો ઈજનેરી અને મેડીકલ કોલેજો સરકારે પોતે શરુ કરવાને બદલે ખાનગી સંચાલકોને માત્ર કોલેજો શરુ કરવા નહીં પણ એક એક વિદ્યાર્થી-વિદ્યાર્થીની પાસેથી લાખો રૂ।.ની ફી વસુલવા પણ મોકળુ મેદાન આપી દીધું છે.

Image Source

હાઉસટેક્સ સહિત અનેક વેરાઓમાં પણ રાહત અપાઈ છે. સરકારે સ્કૂલોને આટલા વર્ષો છૂટ આપી ત્યારે હવે વાલીઓ કોરોના લોકડાઉનમાં ધંધા રોજગાર ભાંગી પડતા મુસીબતમાં છે ત્યારે છ માસ માટે સરકાર છૂટ કે માફી કે પચાસ ટકા ફી માફીઆપવી જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.