માતા-પિતાએ દીકરીનું એવું વિચિત્ર નામ રાખ્યું કે, લોકો ઉડાવી રહ્યા છે મજાક

જ્યારે પણ કોઈના ઘરમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તેના નામને લઈને ભારે ઉત્સુકતા રહે છે. દરેક માતા પિતા પોતાના બાળકનું કંઈક વિશેષ રાખવા માગે છે. એમાય આજ કાલ તો બાળકોના નામ રાખવા અંગે લોકો સોશિયલ મીડિયોનો પણ સહારો લેશે. કેટલાક લોકો પોતાના બાળકનું નામ યુનિક રાખવા માગે છે તો કેટલાક માતા પિતાના નામના અક્ષરો જોડીને નામ રાખે છે.

જો કે આ સમયે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમા એક માતા પિતાએ તેમની દીકરીનું નામ કંઈક એવું રાખી દીધુ છે જેનાથી તેમની દીકરી પરેશાન થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ કિસ્સો ખુબ વાઈરલ થઈ રહ્યો છે, આ છોકરીને તેના વિચિત્ર નામના કારણે મિત્રો મજાક ઉડાવતા રહે છે.

માત્ર તેમના મિત્રો જ નહીં પરંતુ જે કોઈ પણ વ્યક્તિ આ છોકરીનું નામ સાંભળે છે તે ચોંકી જાય છે અને વિચિત્ર રીતે તેમના નામનું પ્રોનાઉંસ કરે છે. આ પરેશાની અંગે છોકરીએ વાત કરી. આ છોકરીએ જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ તેના વિચિત્ર નામનું સાચું પ્રોનાઉંસ નથી કરી શકતું. હકિકતમાં તેમના માતાપિતાએ તેમની દીકરીનું નામ Abcde રાખ્યું છે. જે અંગ્રેજી વર્ણમાળાના પહેલા પાંચ અક્ષર છે. આ છોકરીનું આખું નામ Abcde Elaine Sutton છે અને તેમણે કહ્યું કે લોકો ભ્રમિત થાય છે જ્યારે તેઓ પહેલીવાર તેમનું વિચિત્ર નામ સાંભળે છે.

Abcdeએ કહ્યું, કેટલાક લોકો નામ સાંભળ્યા બાદ મને Obesity (સ્થૂળતા) કહીને બોલાવે છે. મારા મિત્રો પણ મને ખોટી રીતે બોલાવે છે. કેટલાક લોકો તો ‘ab-city’ કે માત્ર ‘Alphabet’ કહીને બોલાવે છે. હું અલગ અલગ નામોથી ઓખખાવ છું, પરંતુ મારુ સાચું નામ કોઈ નથી લેતું.

Abcdeએ કહ્યું, તેમનું નામ વાસ્તવમાં ‘Absidy’ (Ab-sidy)ના રૂપમાં બોલવામાં આવે છે. આ નામ પ્રખ્યાત થયા બાદ નેટિઝન્સે પોતાની અલગ પ્રતિક્રિયા આપી. એક યૂઝરે લખ્યું, શું તમારા માતા પિતા વાઈરલ થઈ ગયા હતા જ્યારે તેમણે તમારુ નામ રાખ્યું હતું? જ્યારે બીજા એક યૂઝરે કોમેન્ટ કરતા જણાવ્યું કે, કોઈ વાત નહીં હકિકતમાં આ એક સુંદર નામ છે.

YC