ખુદ સગા માતા-પિતાએ જ એકના એક દીકરાની સોપારી આપીને કરાવી નાખી હત્યા, કારણ જાણીને તમે પણ રહી જશો હેરાન

દરેક માતા પિતા ઇચ્છતા હોય છે કે તેમના સંતાન જીવનમાં ખુબ જ આગળ વધે અને તેના માટે થઈને માતા પિતા દિવસ રાત એક કરીને પણ તેને ભણાવતા હોય છે, પોતે ગરીબ હોવા છતાં ઈચ્છે છે કે તેમના સંતાનો સારું ભણી ગણી, સારું કમાઈને તેમને ઘડપણમાં શાંતિ આપે અને સુખેથી જીવન પસાર થાય. પરંતુ ઘણા સંતાનો એવા પણ હોય છે, જે માતા પિતાના કહ્યામાં રહેતા નથી અને ખોટા રવાડે ચઢી જાય છે, અને ઘણીવાર તો માતા પિતા સાથે પણ મારઝૂડ કરતા હોય છે.

ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય, એક માતા પિતાએ પોતાના દારૂડિયા દિકરાથી ત્રાસી જઈને તેને મારી નાખવાની સોપારી આપી દીધી. આ મામલો તેલંગાણાનો છે. આ મામલામાં માતા પિતા બંનેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આરોપી પિતા સ્કુલમા પ્રિનિસ્પટાલ છે અને તેમની પતિ એક હાઉસ વાઈફ છે. આ બંને તેમના બેરોજગાર અને દારુડીયા દીકરાના ત્રાસથી પરેશાન હતા.

દીકરાને દારૂ લત એવી લાગી ગઈ હતી કે તેને ભણવાનું પણ છોડી દીધું હતું અને જો તેના માતા પિતા તેને દારૂ પીવા માટે પૈસા ના આપે તો તેમને માર પણ મારતો હતો, જેના ત્રાસથી કંટાળેલા માતા પિતાએ દીકરાને મારવા માટે 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ મામલામાં પોલીસે આરોપી માતા પિતા સમેત અન્ય ચાર લોકોની ધરપકડ પણ કરી લીધી. હુમલાખોરો પર મૃતક સાઈ રામનું ગળું દબાવીને હત્યા અને તેના માતા પિતા પર તેની હત્યાનીસોપારી આપવાનો આરોપ છે.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસને 18 ઓક્ટોબરના રોજ સૂર્યપેટના મુસીમાંથી એક માણસની લાશ મળી હતી. જેની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલામાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી. જેમાં અપરાધમાં વપરાયેલી કાર જોવા મળી. તો જયારે દંપતી લાશની ઓળખ કરવા માટે આવ્યું ત્યારે એજ કાર લઈને આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને દીકરાના ગુમ થવાની ફરિયાદ પણ નહોતી લખાવી.

(પ્રતીકાત્મક તસવીર)

આરોપી પિતા પ્રિન્સિપાલનો મૃતક સાઈ રામ એકમાત્ર દીકરો હતો. તેમની એક દીકરી પણ છે જે અમેરિકામાં રહે છે. પોલીસ પુછપરછમાં માતા પિતાએ જણાવ્યું કે તેમનો દીકરો દારૂના રવાડે ચઢી ગયો હતો અને તેમની સાથે દારૂના પૈસા ના આપવા પર મારઝૂડ પણ કરતો હતો. દંપતીએ પોતાના દીકરાને મારવા માટે રાણીબાઈના ભાઈ સત્યનારાયણ પાસે મદદ માંગી હતી અને 18 ઓક્ટોબરના રોજ સત્યનારાયણ અને એક હત્યારો સાઈ રામને એક મંદિરની પાસે લઇ ગયા અને ત્યાં તેને બરાબરનો દારૂ પીવડાવીને પછી દોરડાથી ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

Niraj Patel