રડતા રડતા હત્યારા બાપે કહ્યું, દીકરી ખુબ અપમાન કરતી હતી, બીજી જ્ઞાતિમાં અફેર કર્યું દીકરીએ, આર્ય સમાજમાં….

આયુષી કેસ મામલે પર્દાફાશ થઇ ગયો છે. પોલિસ અનુસાર, પિતાએ જ ગોરી મારી દીકરીને ઘાટ ઉતારી દીધી હતી. માં પણ આ વારદાતમાં સાથે હતી. ત્યારે આ મામલે પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક આયુષીના માતા-પિતા રડી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે પણ થયું તે અચાનક અને ગુસ્સામાં થયું હતું.

પિતાએ કહ્યુ કે દીકરી અપમાનિત કરતી અને ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કરવા છત્તાં પણ તે સ્વીકારવા તૈયાર ન હતી. ઉલ્લેખનીય છે કે, આયુષીએ પરિવારની સહમિત વગર બીજી જાતિના છોકરા સાથે લગ્ન કર્યા હતા. ત્યાં સાસરે ન રહી તે પિયરમાં રહી રહી હતી. આને કારણે ઘરમાં તેનો પરિવારજનો સાથે ઝઘડો થતો હતો.

પોલીસે જણાવ્યું કે મૃતક આયુષીના માતા-પિતા બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ગુનામાં વપરાયેલી કાર અને હથિયાર પણ મળી આવ્યા છે. મથુરાના પોલીસ અધિક્ષક અનુસાર, આયુષી પુખ્ત વયની હતી અને તેણે તેના પરિવારના સભ્યોની પરવાનગી વગર છત્રપાલ નામના તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા હતા અને તેના કારણે તેનો પરિવાર નાખુશ હતો. આ ઉપરાંત તે અવારનવાર તેના માતા-પિતાને જાણ કર્યા વિના ઘરેથી નીકળી જતી હતી. આટલું જ નહીં, તે પરિણીત હતી, પરંતુ તે તેના માતા-પિતા સાથે દિલ્હીમાં રહેતી હતી. ત્યારે જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયેલી આયુષી 17 નવેમ્બરે પરત ફરી હતી અને તેના પિતા નિતેશ યાદવ સાથે ઝઘડો થયો હતો.

આ દરમિયાન ગુસ્સે ભરાયેલા પિતાએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને દલીલબાજી વચ્ચે તેણે પોતાની પિસ્તોલથી પુત્રીને બે gollii મારી દીધી. આ ઘટનામાં આયુષીનું ઘટનાસ્થળે જ પૂરું થયું હતું. આ પછી પિતાએ પુત્રીનો નિકાલ કર્યો, આ ઘટનામાં માતાએ પણ સાથ આપ્યો હતો.

પહેલા તો બંનેએ રાત્રે પુત્રીને તેમના ઘરમાં રાખ્યો અને ત્યારબાદ લાલ રંગની ટ્રોલી બેગમાં પેક કરીને કારમાં ઘરેથી નીકળી ગયા. જે બાદ 150 કિમી દૂર મથુરાના રાય વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર ટ્રોલી બેગ ફેંકી દીધી. 18 નવેમ્બરના રોજ સવારે ટ્રોલી બેગમાંથી પોલીથીનમાં લપેટી એક Bodi મળી આવી અને તે બાદ સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી. દીકરીના પિતા નિતેશ અને માતા બ્રજબાલા વિરૂદ્ધ IPC કલમ 302 અને 201 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Shah Jina