દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

સુરતની ફેશન ડિઝાઇનર આ જાનવી દીકરી મૃત્યુ બાદ મિશાલ બની, ‘જીવંત’ રાખવા માતાપિતાએ 6-6 અંગોનું દાન કર્યું

સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે જેનાથી એવું સાબિત થાય છે કે દુનિયામાંથી હજુ પણ માણસાઈ ખતમ નથી થઇ. સુરતની 21 વર્ષીય ડિઝાઈનર યુવતીના અકસ્માતમાં બ્રેઈનડેડ થઇ હતી, જેના પરિવારે તેના 6 અંગોનું દાન કરીને 6 વ્યક્તિઓને નવું જીવન આપીને માનવતા મહેકાવી હતી.

આ યુવતીના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ 26 વર્ષીય લાલજી ગેડીયામાં કરવામાં આવ્યું હતું. યુવતીનું હૃદય 107 મિનિટમાં 269 કિમીનું અંતર પર કરીને મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. સુરતમાંથી આ હૃદય મળીને કુલ 21 હૃદયના દાન કરવામાં આવ્યા છે.

Image Source

મળેલી માહિતી મુજબ, વેસુમાં રહેતી જાનવી પરિવાર સાથે રહેતી હતી અને ફેશન ડિઝાઈનનો અભ્યાસ કરી ફેશન ડિઝાઈનર તરીકે કાર્યરત હતી. આ વર્ષે એપ્રિલ મહિનાની 17 તારીખે આ યુવતીને એક નાનો અકસ્માત નડ્યો હતો જેમાં તેને માથામાં ગંભીર ઇજા થવાથી એ બેભાન થઇ ગઈ હતી. જેથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે સારવાર દરમ્યાન ડોક્ટરોએ તેને બ્રેઇનડેડ જાહેર કરી હતી.

ડોનેટ લાઈફને આ બાબતની જાણ થતા ટિમ હોસ્પિટલ પહોંચી હતી અને જાનવીના પરિવારને અંગદાન વિશે માહિતી આપી હતી. જેથી પરિવારના લોકોએ અંગદાન માટે સંમતિ આપી હતી. જેમાં તેનું હૃદય, લીવર, ફીડની અને આંખો દાન કરી હતી.

જાનવીના માતા અમિતાબેન અને પિતા તેજસભાઈએ જણાવ્યું કે જે થવાનું હતું તે થઇ ગયું છે. અમારી દીકરી બ્રેનડેડ થઈ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે. ત્યારે તેનું શરીર બળીને રાખ થઇ જાય એના કરતા તેના અંગોના દાન થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

Image Source

જાનવીનું હૃદય મુંબઈમાં 26 વર્ષીય લાલજી ગેડિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું જયારે તેની એક કિડની અમદાવાદના 47 વર્ષીય નરેશ રાજપરાને, બીજી કિડની રાંચીના 42 વર્ષીય રાકેશકુમાર ઝાને અને તેનું લીવર અમદાવાદના 47 વર્ષીય જીજ્ઞાબેન પટેલને આપવામાં આવી.

કદાચ આનું જ નામ માણસાઈ છે. જાનકી પોતે તો જતી રહી પરંતુ બીજા ઘણા લોકોને નવજીવન આપીને ગઈ. આવા જ કાર્યોથી પ્રેરણા લઈને સારા કામો કરતા રહીશું તો કદાચ આ ધરતી પરથી માણસાઈ કદી ખતમ નહિ થાય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.