ફક્ત હાર્દિક પંડ્યા જ નહીં, આ ખેલાડીઓ પણ લિવ ઈનમાં રહીને બની ગયા હતા માતા પિતા, જુઓ કોણ કોણ છે સામેલ

આજના સમયમાં લિવ ઈન રિલેશનશિપ એક સામાન્ય બાબત બની ગઈ છે, સોશિયલ મીડિયા અને આપણી આસપાસ પણ આપણે ઘણા લોકોને લિવ ઇનમાં રહેતા જોયા હશે. ત્યારે આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું જેમને લિવ ઇનમાં રહીને જ બાળકના માતા પિતા બની ગયા હતા. આ સૂચીમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ છે.

1. હાર્દિક પંડ્યા:
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સૂચીમાં એક માત્ર ભારતીય ક્રિકેટર છે. 1 જાન્યુઆરી 2020ના રોજ તેને અભિનેત્રી નતાશા સટેન્કોવિક સાથે દુબઈમાં સગાઈ કરી હતી. 30 જુલાઈ 2020ના રોજ હાર્દિક પંડ્યાએ ખુલાસો કર્યો કે તેની પ્રેમિકા પ્રેગ્નેન્ટ છે અને તે પિતા બનવાનો છે. જો કે જલ્દી જ બંનેએ લગ્ન કરી લીધા અને તેમને એક દીકરો પણ છે જેનું નામ અગત્સ્ય છે.

2. ક્રિસ ગેલ:
વેસ્ટ ઇન્ડિઝ ટીમના વિસ્ફોટક બેટ્સમેન એવા ક્રિસ ગેલની તેની પાર્ટનર નતાશા બૈરિજ સાથે ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. 2016માં બંને એક બાળકીના માતા પિતા બન્યા હતા. પરંતુ ત્યાં સુધી બંનેએ લગ્ન નહોતા કર્યા, પરંતુ દીકરી બ્લશના જન્મ બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.

3. ડેવિડ વોર્નર:
ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ડેવિડ વોર્નર પણ પહેલા લિવ ઈનમાં રહેતો હતો. વોર્નર અને તેની પાર્ટનર મોડેલ કૈડીસ એન ફોલજન બંને સાથે રહેતા હતા. તેમને એકબીજાને લગભગ 6 વર્ષ સુધી ડેટ કર્યું. જેના બાદ વર્ષ 2014માં તેમને પહેલા બાળકને જન્મ આપ્યો. અને તેના બાદ વર્ષ 2015માં બન્નેએ લગ્ન કરી લીધા. આજે તેમની ત્રણ દીકરીઓ છે.

4. જો રૂટ:
ઇંગ્લેન્ડ ટીમના સ્ટાર બેટ્સમેન જો રૂટ પણ આ લિસ્ટમાં સામેલ છે. જો રૂટ પણ લગ્ન કર્યા વગર જ પિતા બની ગયો હતો. તે 2014થી તેની ગર્લફ્રેન્ડ કેરી કોર્ટેલને ડેટ કરી રહ્યો હતો. માર્ચ 2016માં બંનેએ સગાઈ કરી લીધી. પરંતુ લગ્ન કર્યા વગર જ જો રૂટ પિતા બની ગયા. 7 જાન્યુઆરીના રોજ રૂટના દીકરા અલફ્રેડનો જન્મ થયો. જેના બાદ બંનેએ લગ્ન કરી લીધા.

5. સર વિવિયન રિચર્ડ્સ:
1980માં ભારતના પ્રવાસે આવેલા વેસ્ટઇંડીઝના દિગ્ગજ ખેલાડી સર વિવિયન રિચર્ડ્સની મુલાકાત ભારતની ખ્યાતનામ અભિનેત્રી નીના ગુપ્તા સાથે થઇ. બંનેનું અફેર ઘણા લાંબા સમય સુધી ચાલ્યું અને બંને લિવ ઇનમાં રહેવા લાગ્યા. 1989માં નીનાએ એક દીકરીને જન્મ આપ્યો, તેનું નામ મસાબા રાખવામાં આવ્યું. બંનેના લગ્ન નહોતા થયા પરંતુ રિચર્ડસે મરિયમ સાથે લગ્ન કરી લીધા અને તેમના બે બાળકો પણ છે.

6. લિએન્ડર પેસ:
ભારતના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ અને સંજય દત્તની પૂર્વ પત્ની રિયા પિલ્લાઈનો સંબંધ ખુબ જ ચર્ચામાં રહ્યો છે. ઘજના લાંબા સમય સુધી આ બંનેના લિવ ઇનમાં રહેવાના કારણે તેમને એક દીકરી પણ થઇ. જેના બાદ બંનેના લગ્નની વાત પણ સામે આવી અને તેના બાદ બંનેના અલગ થવાની વાત પણ ચર્ચામાં હતી.

7. ફૂટબોલર ગેરાર્ડ પીક:
સ્પેનના ફૂટબોલર ગેરાર્ડ પીક અને પૉપ સ્ટાર શકીરાના લિવ ઇનમાં રહેવાની ખબરો ખુબ જ ચર્ચામાં હતી. બંનેની મુલાકાત વર્ષ 2010માં શકીરાના પોપ્યુલર મ્યુઝિક વીડિયો “વાકા-વાકા”ના શૂટિંગ દરમિયાન થઇ હતી. જેના બાદ બંને નજીક આવ્યા અને બાદમાં ગેરાર્ડ પીક લગ્ન કર્યા વગર જ બે દીકરીઓના પિતા બની ગયા.

Niraj Patel