ખબર હેલ્થ

Alert! બાળકોને શાળા મોકલતા પહેલા દરેક માતાપિતા આ બાબતોનું રાખે ધ્યાન

તમારા બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવે તો સૌ પ્રથમ કરો આ કામ

કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આખરે દોઢ વર્ષ બાદ ફરી શાળામાં શિક્ષણ ચાલુ થયું છે જેથી બાળકો શાળામાં પાછા જવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તો બીજી તરફ ડેલ્ટા વેરિએન્ટ, ઠંડીની સામાન્ય લહેર અને રેસ્પિરેટરી ઈન્ફેક્શન જે શાળામાં ફેલાય શકે છે, જેના કારણે વાલીઓમાં ઘણી ચિંતા વધી છે. આ માટે એવી કેટલીક બાબતો છે જે દરેક માતાપિતાએ જાણવી ખુબ જરૂરી છે.

અત્યારે સૌથી વધુ આશ્ચર્યજનક પ્રશ્ન એ છે કે તે શરદી છે કે કોવિડ-19? કોવિડ-19 તે બાળકોમાં હાજર હોઈ શકે છે જેમને સામાન્ય શરદી જેવા લક્ષણો જોવા મળે છે, જેમાં લો-ગ્રેડ તાવ, નાકમાંથી પાણી નિકળવું, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, ઉધરસ અને ગૈસ્ટ્રોઈનટેસ્ટિનલ સમસ્યાઓનો સમાવેશ થાય છે. એક ચેપગ્રસ્ત બાળકમાં લક્ષણોનું કોમ્બિનેશન અથવા તેમાંથી કોઈ પણ ન હોઈ શકે. બાળકોમાં ગંધ અને સ્વાદનું નુકાસાન સામાન્ય નથી, ખાસ કરીને નાના બાળકોમાં. એક પણ લક્ષણ એવુ નથી જે કોરોનાને સામાન્ય શરદી અથવા ઉપલા રેસ્પિરેટરી ઈન્ફેક્શનને અલગ કરી શકે.

બાળકોમાં યૂનિક લક્ષણો : COVID-19 લક્ષણોવાળા કેટલાક બાળકો અને કિશોરોમાં જોવા મળતુ યુનિક લક્ષણ છે ચામડીમાં જોવા મળતા ઘા, ખાસ કરીને પગની આંગળીઓ પર. તે દુર્લભ છે અને કોવિડ ટો નો અભાવ પોઝિટિવ ડાયગ્નોસિસની સંભાવનાને નકારી શકતા નથી.
અન્ય ટેસ્ટ કેવી રીતે કરવા

તે મૂલ્યાંકન કરવું મુશ્કેલ હોઈ શકે છે કે, બાળકનો ટેસ્ટ કરવામાં આવે કે તેના લક્ષણો કેટલા નાના હોઈ શકે છે. પરંતુ જો ઘરમાં કોઈ સભ્ય છે જે હાઈ રિસ્કમાં છે, જેમ કે ઈમ્યૂનોકોમ્પ્રોમાઈલ્ડ અથવા વૃદ્ધ વ્યક્તિ, જો બાળક શાળાએ જઈ રહ્યો છે, બહાર રમવા જાય છે અથવા મિત્રોને મળતો હોય, તો તેનો ટેસ્ટ કરવો જરૂરી છે. બાળકનો ઝડપથી ટેસ્ટ કરાવવાથી સમયસર યોગ્ય નિર્ણયો લેવામાં મદદ મળે છે.

જો તમારા બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો શું થશે? :  જો તમારા બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તમારે પ્રથમ વસ્તુ એ કરવાની છે કે તમે બિલકુલ ગભરાશો નહીં. ઘરમાં બીજા બધાનો પણ ટેસ્ટ કરવો જોઈએ. બાળકોમાં COVID-19 માટે હજી સુધી કોઈ માન્ય સારવાર નથી. તેમને હાઇડ્રેટેડ રહેવા માટે પૂરતો આરામ અને પુષ્કળ પ્રવાહી લેવાની જરૂર રહે છે.

તમારા બાળકના લક્ષણો પર નજર રાખો અને જો તમારું બાળક વધુ ગંભીર લક્ષણોથી પીડાતું હોય તો ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટને જાણ કરો. અચાનક શ્વાસની તકલીફ, છાતીમાં તીવ્ર દુખાવો, ભારે તાવ, તીવ્ર પેટનો દુખાવો અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો માટે ધ્યાન રાખો, કારણ કે આ MIS-C અથવા મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમની નિશાની હોઈ શકે છે. સામાન્ય શરદી અને ફલૂથી પણ બચવા માટે માસ્ક પહેરવું, રસીકરણ કરાવવું અને સારા સ્વચ્છતાના પગલાંનું પાલન કરવું અગત્યનું છે.