વલસાડના પારડીમાં વહેલી સવારે “ચાલવા જાઉ છું” કહી પારડીમાં એક નર્સે પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ

વલસાડમાં સવારે 6.30 બિલ્ડીંગના ટેરેસ પર ચાલવા જાવ છું, પછી મળી લાશ…આ નર્સના લગ્નના 12 વર્ષ થઇ ગયા તો પણ….

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ માનસિક ત્રાસને કારણે મોતને વહાલુ કરી લેતુ હોય છે, તો ઘણીવાર કોઇ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં જીવન ટૂંકાવી લેતુ હોય છે. છેલ્લા કેટલાક સમયથી તો ગુજરાતમાં હત્યા અને આત્મહત્યાના કેસોમાં ઘણો વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હાલ વલસાડના પારડીમાંથી એક પરણિતાના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. પારડી એક જાણીતી હોસ્પિટલમાં પરિચારિકા તરીકે ફરજ બજાવતી પરણિતા કે જે શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતી હતી તેણે શનિવારે વહેલી સવારે બિલ્ડીંગના ટેરેસ પરથી નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા હતી. જો કે, હાલ તો આ પરણિતાના આપઘાત પાછળનું કારણ સામે આવ્યુ નથી પરંતુ આ બાબતે પોલિસ તપાસ કરી રહી છે. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, પારડીમાં એક હોસ્પિટલમાં છેલ્લા અઢારેક વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્રેમિલાબેન ઓગસ્ટસ કે જેઓ 44 વર્ષના છે તેઓ તેમના પતિ અને સાત વર્ષીય દીકરી અને સાસુ સાથે શાંતિકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા હતા..

તેઓ શનિવારે વહેલી સવારે 6.30 વાગ્યા આસપાસ બિલ્ડીંગના ટેરેસ પર ચાલવા જાવ છું તેવુ કહી ઘરેથી નીકળ્યા હતા, જે બાદ થોડી વાર પછી તેમના પતિ પણ ટેરેસ પર ચાલવા માટે ગયા. આ દરમિયાન પ્રેમિલાબેને બિલ્ડીંગના પાંચમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. તેઓ નીચે પડતાં જ આજુબાજુના લોકો પણ અવાજ સાંભળી બહાર દોડી આવ્યા હતા અને તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108માં પારડી કુરેશી હોસ્પિટલ લઈ જવાયા હતા, જયાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક 18 વર્ષથી હોસ્પિટલ સાથે જોડાયેલા હતા અને તેઓ સેવાભાવી પણ હતા.

આ ઘટનાની જાણ પારડી પોલીસને કરાતા પોલીસે લાશનો કબજો લીધો હતો અને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આપઘાતને લઇને મૃતકના પતિએ મીડિયા સમક્ષ કોઇપણ નિવેદન આપવાનો ઇન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતકને લગ્નના 12 વર્ષ બાદ સંતાન સુખ મળ્યું હતું અને દીકરીનો જન્મ થતા પરિવાર ખુશખુશાલ હતો. દીકરી ધોરણ 2માં અભ્યાસ કરે છે અને તે 7 વર્ષની છે. ત્યારે માતાના આપઘાત બાદ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે. જણાવી દઇએ કે, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, શુક્રવારે સાંજે પણ મૃતક નદીમાં મોતની છલાંગ લગાવવા ગઇ હતી.

Shah Jina