બે મહિલાઓ લઇ રહી હતી પેરાસેલિંગની મજા, અચાનક પેરાશૂટનુ દોરડુ નાવમાં અટકી ગયુ અને પછી જે થયુ તે… જુઓ વીડિયો

આજની દુનિયામાં એડવેંચર કોને ન ગમે ? આ જ કારણ છે કે જ્યારે પણ લોકો ક્યાંક ફરવા માટે ટ્રિપ પ્લાન કરે છે, ત્યારે તેઓ ચોક્કસપણે ત્યાં એડવેન્ચર ગેમ્સનો આનંદ માણે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ એડવેન્ચર ગેમ્સ કયારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે ? આ દિવસોમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મહિલાઓ પેરાસેલિંગ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન એવું કંઈક એવું બને છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટના મહારાષ્ટ્રના અલીબાગની છે.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં દીવમાં જે ઘટના બની હતી તે તમને ચોક્કસથી યાદ હશે, તેમાં બન્યુ એવું હતુ કે એક કપલ એડવેન્ચરનો આનંદ લેવા માટે પેરાસેલિંગની મજા માણી રહ્યું હતું, પરંતુ થોડી જ વારમાં તેમના પેરાશૂટનુ દોરડુ તૂટી ગયુ હતુ. આ હૃદયદ્રાવક ઘટનાએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી હતી. જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયા હતા. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે બે મહિલાઓ પેરાસેલિંગની મજા લેતી જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું છે, પરંતુ થોડા સમય પછી પેરાશૂટ સાથે જોડાયેલ દોરડું બોટમાં ફસાઈ જાય છે. આ પછી બંને મહિલાઓ દરિયામાં પડી જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને મહિલાઓ મુંબઈના સાકીનાકાની રહેવાસી છે. બંને પરિવાર સાથે પિકનિક મનાવવા માટે અલીબાગ આવી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 42 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો જોયા પછી મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘આ સ્ટંટ આયોજકો કોઈપણ સુરક્ષા માપદંડોનું પાલન કરતા નથી. સરકાર પણ આ તરફ ધ્યાન આપી રહી નથી.’ તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે ભારત આવી એડવેન્ચર ગેમ્સ માટે યોગ્ય નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina