સુરતમાં અગ્નિકાંડમાં 14 બાળકોના જીવ બચાવનાર જતીન બે મહિના કોમામાં રહ્યા પછી પેરેલીસિસ, હાલ માથે 42 લાખનું દેવું થઇ ગયું

પોતાનું વિચાર્યા વગર જ 14 બાળકોનો જીવ બચાવનાર જતીનની હાલત જોઈને ધ્રુજી ઉઠશો, હાલ માથે 42 લાખનું દેવું થઇ ગયું

૨૦૧૯ માં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં લગભગ ૧૪ બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણી (Jatin Nakarani) ની સ્થિતિ અત્યારે ખુબ જ ખરાબ છે. આ અગ્નિકાંડમાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણી કોમામાં સારી પડ્યો હતો. બે મહિના સુધી કોમામાં રહ્યા બાદ હાલ જતીન કોમામાંથી બહાર આવી ગયો છે, પણ અત્યારે જતીનને હજી પણ પેરાલીસીસની અસર છે.

૧૪ બાળકોનું અમૂલ્ય જીવન બચાવનાર જતીન નાકરાણી અને તેના પરિવારની આર્થિક સ્થિતિ હાલ ખરાબ છે. જતીન નાકરાણી પર 42 લાખની લોન છે, પણ પેરાલીસીસની સ્થિતિમાં આ લોનની ભરપાઈ કેવી રીતે થાય એ એક મોટો પ્રશ્ન છે. જતીન નાકરાણીના પરિવારે આ માટે લોકોને મદદ કરવાની અપીલ કરી છે.  સુરતમાં થયેલું તક્ષશિલા અગ્નિકાંડ જે કોઈ દિવસ ના ભૂલી શકાય તેવી ખતરનાક ઘટના હતી. આ ઘટનાને હવે 3 વર્ષ પૂર્ણ થયા છે . આ ઘટનામાં 22 નિર્દોષ સ્ટુડન્ટના ભોગ લેવાયા હતો. પરંતુ આ ઘટનાનો એક હીરો પણ સામે આવ્યો હતો.

જેણે 14 બાળકોના જીવ બચાવ્યા હતા. પરંતુ ચોથા માળેથી કૂદકો મારતા માથામાં થયેલી ઈજાના કારણે કોમામાં સરી પડ્યો હતો. ત્યારે આજે આ હીરો જતિન નાકરાણી 3 વર્ષથી પથારીવશ છે અને 3 વર્ષ બાદ પણ કોઈ તેની વહારે નથી આવ્યું. પરંતુ આ દરમિયાન એક હીરો પણ સામે આવ્યો હતો, જેણે પોતાનો જીવ જોખમમાં મૂકી 14-15 બાળકોના જીવ બચાવ્યા હતા અને તે બાદ તે પોતે ચોથા માળેથી કૂદ્યો હતો. પરંતુ આ હીરોને માથામાં ઇજા થઇ હતી, જેના કારણે તે કોમામાં સરી પડ્યો હતો. આ હીરો છે જતિન નાકરાણી. જતીન મૂળ અમરેલીના સાવરકુંડલાનો વતની છે અને તે તેના પરિવાર સાથે લસકાણામાં આવેલ બજરંગ રો હાઉસમાં રહે છે.

તેણે બીએસસી આઇટી કર્યુ છે. તક્ષશિલા અગ્નિકાંડ સમયે તેણે અનેક બાળકોનો જીવ બચાવ્યો હતો. આજે તે અને તેનો પરિવાર મુસીબતનો સામનો કરી રહ્યો છે. તેણે બાળકોનો જીવ બચાવી પોતે કૂદકો માર્યો હતો અને જેના કારણે તેને માથા, હાથ અને પાંસળીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં પૂર્વ સીમે વિજયભાઇ રૂપાણીએ પણ ત્યાંની મુલાકાત કરી હતી. સારવાર બાદ જતીન નાકરાણી આજે સ્વસ્થ તો છે પરંતુ તેમની આંખનું વિઝન ક્લિયર નથી. તેમને વસ્તુઓ બે બે દેખાય છે.

તેમના પિતા 55 વર્ષના છે અને તેઓ વર્ધી કરે છે, જેને કારણે તેઓ થોડી ઘણી આવક કમાઇ લે છે. છેલ્લા ત્રણેક વર્ષથી સમાજના મંડળ દ્વારા મળેલી મદદ સિવાય તેઓ કેટલાક લોકો પાસેથી ઉધાર લઇ જતીનની સંભાળ રાખી રહ્યા છે. જતીન નાકરાણી તક્ષશિલાના બીજા માળે ફેશન ઇન્સ્ટીટયૂટ ચલાવતા હતા અને તેમનો પરિવાર જે 35 લાખની લોન છે જે ઘર પર લીધેલી છે તેના હપ્તાની ચૂકવણી કરી શકતો નથી જેના કારણે તેમને ઘર ખાલી કરવાની નોટિસ બેંક દ્વારા આપવામાં આવી છે. જતીન નાકરાણી ત્રણ વર્ષથી પથારીવશ છે.

જતીન નાકરાણીની મદદ માટે કેટલીક મીડિયા અને કેટલાક લોકોએ અભિયાન હાથ ધર્યુ હતુ અને તેને કારણે તેને 10 લાખથી વધુની સહાય મળી છે. હોંગકોંગથી હીરા વેપાર સાથે સંકળાયેલા સંજયભાઈ કેવડિયા સહીત મિત્રો તરફથી જતીનના માતા-પિતાનો આશરો ન છીનવાય તે માટે 5 લાખ રૂપિયા જેટલી રકમ પટેલ સેવા સમાજ સુરત મારફતે આપશે. આ ઉપરાંત ડાયમન્ડ ઇન્ડસ્ટ્રી કેરિયર ફાઉન્ડેશન તેમજ અનેક લોકો જતીનની મદદે આવ્યા છે અને તેઓ તેમનાથી બનતી મદદ કરી રહ્યા છે.

જતીન નાકરાણી કે જેણે અગ્નિકાંડમાં 14-15 બાળકોનો જીવ બચાવ્યો હતો તેઓ આજે પોતાની યાર્દાશ્ત ખોઇ ચૂક્યા છે અને ઘરે સૂમસામ બેસી રહે છે. જતીનની સારવારમાં પણ અત્યાર સુધી લગભગ 40 લાખ રૂપિયા જેટલો ખર્ચ થઇ ચૂક્યો છે. બેંકે લોનના હપ્તા ન ભરતા ઘર સીલ મારી દીધુ હતુ અને જતીનનો પરિવાર પણ રસ્તા પર આવી ગયો હતો. જો કે,ઉચ્ચ નેતાઓએ મધ્યસ્થી કરતાં 24 કલાક પછી બેંકે રિકવરી પ્રોમિસ લખાવી સીલ ખોલી આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશનને જતીનની સ્થિતિની જાણ થતાં જ એક વર્ષ ચાલે તેટલા અનાજ કરિયાણાની કિટ પરિવારને પહોંચાડવામાં આવી હતી. જે પછી ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ અને યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપરાંત બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની બીજી કેટલીક સામાજીક સંસ્થા અને આગેવાનોએ જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે.

આ ઉપરાંત માનવ પરિવારના એક સભ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જતીન જ્યાં સુધી કામ કરવાની સ્થિતિમાં ન આવે ત્યાં સુધી હર મહિને રૂપિયા 1111 મદદ કરશે. જણાવી દઇએ કે, તક્ષશિલામાં જતીનના ક્લાસમાં જે પાયલ જીયાણી આવતી હતી તે લગભગ ત્રણેક મહિના પૂર્વે જ યુએસ સ્થાયી થઇ છે અને તેણે તેના પહેલા પગારમાંથી 15000 રૂપિયા પરિવારને ટ્રાન્સફર કર્યા છે.

જતીન નાકરાણીના પરિવારને અત્યાર સુધી ડાયમંડ કરિયર ફાઉન્ડેશન તરફથી 6 લાખ રૂપિયા, શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા અને કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયા તેમજ બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા અને બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, અમદાવાદ અને સુરતના અનેક લોકોએ આર્થિક મદદ કરી છે.

YC