ખબર

પર્યટન સ્થળે પેરાગ્લાઇડિંગ કરવા વાળા માટે ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે, પેરાશૂટ ના ખુલતા 2 લોકોના કરુણ..

કોરોનાના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનની અંદર છૂટછાટ મળ્યા બાદ ઘણા લોકો ફરવા માટે હવે બહાર નીકળી રહ્યા છે. ત્યારે પર્યટન સ્થળો ઉપર પણ મોટા પ્રમાણમાં લોકો જતા જોવા મળે છે. આ દરમિયાન જેતે સ્થળ ઉપર રાઈડની મજા પણ લોકો માણતા હોય છે, પરંતુ હાલ મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Image Source

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા હનુવંતીયા પર્યટન સ્થળ ઉપર 20 જાન્યુઆરીના રોજ પેરાગ્લાઇડિંગ દરમિયાન પૈરામોટરથી હજારો ફૂટ નીચે જમણ ઉપર પડવાના કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના બે કર્મચારીઓના ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા.

પોલીસ દ્વારા આ મામલાની જાણકારી આપવામાં આવી હતી. જિલ્લાના મુંદિ પોલીસ સ્ટેશનના ઉપ બીએસ મન્ડેલોઈએ જણાવ્યું કે આ ઘરના બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘટી હતી. જયારે પેરામીટરના બે સંચાલકોના પેરાગ્લાઇડિંગ કરવા દરમિયાન આકાશમાં જ હજારો ફૂટ ઊંચેથી પડવાના કારણે મૃત્યુ થઇ ગયું હતું.

Image Source

તેમને જણાવ્યું કે મૃતકોની ઓળખ કરવામાં આવી છે. તે રાજસ્થાનના પાલી જિલ્લાના બુદ્ધ માંગલિયાન રહેવાસી ગજપાલ સિંહ (28) અને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ભગોરા ગામના રહેવાસી બાલચંદ ડાંગી (32) હતા.

તેમને એમ પણ જણાવ્યું હતું કે દુર્ઘટના ઘટયાના તરત બાદ તેમને મૂંદીના સામુદાયિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટના બાદ પર્યટન સ્થળ ઉપર ભયનો માહોલ છે.

Image Source

ખંડવા જિલ્લાના કલેકટર અનય દ્વેદીએ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યો છે. આ તપાસની કમાન પુનાસ ના સબ ડીવીજન મેજિસ્ટ્રેટ (એસડીએમ)ને સોંપવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે.