પેરેશૂટે દગો દીધો અને હજારો ફૂટની ઉંચાઈ પરથી જમીન પર પડતા ભારતીય કમાન્ડોનું થયું દુ:ખદ અવસાન

0
Advertisement

ઉત્તર પ્રદેશના આગ્રામાં વાયુસેનાના ગરૂડ કમાન્ડોની ટ્રેનિંગ ચાલી રહી હતી અને એક દુ:ખદ ઘટના બની છે. ગરૂડ કમાન્ડોને ઉડતાં વિમાનમાંથી કુદકો મારવાની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. આગ્રામાં એરફોર્સની એ જ પ્રકારની ટ્રેનિંગ દરમિયાન એક ગરૂડ કમાન્ડોનું અકસ્માતમાં અવસાન થયું છે.એક પેરેશૂટની વેલ્યૂ કેટલી હોય છે –

હિમાચલ પ્રદેશના રહેવાસી અમિતકુમારની આ ખબર છે. 27 વર્ષીય આ જવાન એરફોર્સની સ્યેશિયલ કમાન્ડો ફોર્સ ‘ગરૂડ કમાન્ડો’માં હતો. આગ્રામાં AN-32 વિમાનમાંથી લગભગ 6,000 ફૂટની ઉંચાઈ પરથી તેણે કૂદકો લગાવ્યો. આ અગાઉ તેણે આવી જ 28 છલાંગો લગાવી હતી, આ 29મી હતી.

પણ નસીબે આ વખતે કંઈક અલગ જ ધાર્યું. કૂદકો માર્યા બાદ પેરેશૂટની દોરી ના ખુલી તે ના જ ખુલી! અને આખરે એ ઉંચાઈ અમિતકુમાર માટે જોખમી નિવડી. છ હજાર ફૂટથી માણસ સીધો જ જમીન પર પડે પછી શું દશા થાય? હતભાગી આ જવાનનું પણ એમ જ થયું.

નીચે સ્થિત એરફોર્સના કર્મચારીઓ એમને ઝપટથી હોસ્પિટલમાં તો લઈ ગયા પણ કમનસીબે એમનું મૃત્યુ નિપજ્યું. એવું કહેવાય છે કે, પાછલા 11 મહિનામાં આવી ત્રીજી ઘટના છે કે, વાયુસેનાના કમાન્ડોનું પેરેશૂટ ના ખુલ્યું હોય અને અકસ્માત સર્જાયો હોય.ગરૂડ કમાન્ડો –

આ બાબત પર થોડી વાત એ પણ જાણી લઈએ, કે ગરૂડ કમાન્ડો છે શું ?

– ગરૂડ કમાન્ડો ઇન્ડીયન એરફોર્સની સ્પેશિયલ યુનિટ ટીમ છે. અત્યંત કઠોર ટ્રેનિંગમાંથી પસાર થયેલા ચુનંદા જવાનોનો સમાવેશ આ યુનિટમાં થાય છે.

– સને 2001માં જમ્મુ-કશ્મીરના બે મહત્ત્વના એરબેઝ ઉપર આતંકીઓએ હુમલા કર્યા એ પછી ઇન્ડીયન એરફોર્સને એવી કોઈ સ્પેશિયલ ટીમની જરૂરિયાત લાગી, જે આવી સમસ્યાઓનો અસરદાર સામનો કરી શકે. પરીણામે ગરૂડ કમાન્ડો યુનિટનું ગઠન થયું.

– ઘણાં રેસ્કયૂ ઓપરેશનમાં પણ ગરૂડ કમાન્ડો મહત્ત્વનો ભાગ ભજવી ચુક્યા છે.

પ્રભુ શહીદ જવાનની આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના!

[નોંધ: અહીં દર્શાવેલી તસ્વીરો પ્રતિકાત્મક છે.]

લેખક: કૌશલ બારડ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here