ફરી એકવાર ગુજરાતમાં પેપર લીક, વલસાડની એન.એચ. કોમર્સ કોલેજમાં બી.કોમ સેમ-5નું એકાઉન્ટનું પેપર થયુ લીક

Valsad Paper Leak News: રાજ્યમાંથી અવાર નવાર પેપર લીક થવાની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં વલસાડની એન.એચ કોમર્સ કોલેજમાં બી.કોમ સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓનું એકાઉન્ટનું પેપર પરીક્ષા પહેલા જ લીક થઈ ગયું હોવાનું સામે આવ્યુ છે. આ આરોપ વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેને લઇને તેઓએ કોલેજ પરિસરમાં સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો.

ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપલની ઓફિસ પહોંચ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ પેપર લીક થવાની ઘટનાને લઈને કોલેજના શિક્ષકની સંડોવણીના આક્ષેપ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, પેપર લીકના બનાવ બાદ કોલેજમાં વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો.

કોમર્સ કોલેજમાં સેમ-5નું એકાઉન્ટનું પેપર લીક
આ ઉપરાંત પ્રિન્સિપાલની ઓફિસમાં બીજા વિદ્યાર્થી સંગઠનો આવીને ક્રેડિટ લેતા હોવાને લઈને ગરમા ગરમી સર્જાઈ હતી. જણાવી દઇએ કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં ઘણીવાર પેપર લીકની ઘટના બની છે અને તેને કારણે સરકાર પરીક્ષાઓ પણ રદ કરે છે. ત્યારે હવે કોલેજમાં પણ આવી ઘટના સામે આવી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina