રસોઈ

નાના મોટા સૌ ગુજરાતીની પહેલી પસંદ એવો પાપડીનો લોટ બનાવો હવે ઘરે, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને ..

ગુજરાતીઓનાં ઘરે ઘરમાં ને એક એક ગાર્ડનમાં સ્થાન પામી ગયેલું ચોખાનું ખીચું ( પાપડીનો ) લોટ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ ઉપરાંત પૌષ્ટિક પણ છે. તો ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ પાપડીનો લોટ કેમ બનાવવો એની પરફેક્ટ રીત જોઈશું. જો તમે આવી રીતે પાપડીનો લોટ બનાવશો તો કાચો રહેવાની ફરિયાદ પણ નહી રહે ને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે. તો ચાલો જોઈએ સામગ્રી અને કેમ બનાવવો એની સંપૂર્ણ રીત.

સામગ્રી :

  • ચોખાનો લોટ, ૧ કપ
  • લીલા મરચાની પેસ્ટ, ૨ ચમચી
  • જીરું ૧ ચમચી
  • અજમો ૧ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાપડ ખારો ૧ ચમચી
  • તેલ ૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • પાણી ૨ કપ

રીત

સૌપ્રથમ ૧ તપેલી ગેસ પર મૂકી અને એમાં ૨ કપ જેટલું પાણી ગરમ કરવા મુકો.પછી પાણી થોડું ગરમ થાય એટલે એમાં લીલા મરચાની પેસ્ટ એડ કરો અને પછી એમાં જીરું અજમો મીઠું પાપડ ખારો એડ કરો અને મિક્સ કરીને હલાવી દો .પાણી ઉકાળવા માંડે એટલે ગેસ ને બંધ કરી અને એમાં ચોખાનો લોટ એડ કરી દો અને એક રોટલી વણવાનું વેલણથી અને મિક્સ કરી અને હલાવો. લોટ કોરો ના રહી જાય એનું ધ્યાન રાખવું બરોબર મિક્સ કરી દેવું.
અને પછી થોડું ઠંડુ પડે એટલે એને તમને મનગમતો શેપ આપીને અને સ્ટીમ કરી લો ૮ થી ૧૦ મિનિટ સ્ટીમ કરો.સ્ટીમ કર્યા બાદ, લોટ ના નાના નાના ટુકડા કરી ને સર્વ કરો .એમાં તેલ અને લાલમરચું પાવડર નાખી ને ખાઈ શકાય છે ગરમગરમ ખાવાની ખુબજ મજા આવશેનોંધ :

લાલમરચું પાવડરની જગ્યા એ અથાણાં સંભાર પણ લઇ શકો અને જો તમે સીંગ તેલ વાપરશો તો ખાવાની ખુબજ મજા પડી જશે. ગુજરાતીનો પસંદગીદાર અને ગરમાં ગરમ ટેસ્ટ ફુલ પાપડીનો લોટ કોને ભાવે છે તો રાહ કોની જુવો છો ક્લિક કરો લિંક પર જુવો રેસીપી અને બનાવો ઘરે.

Please Subscribe our channel: https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ