દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાહ્નવી કપૂરે બોલીવુડમાં ડેબ્યુ કર્યું ત્યારથી જ ચર્ચામાં આવી છે. જાહ્નવી દરરોજ કોઈને કોઈ જગ્યા પર સ્પોટ થાય છે. જાહ્નવીની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. હાલમાં જ જાહ્નવીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
ઈશાન ખટ્ટર સાથે ફિલ્મમાં ધડકમાં જોવા મળેલી જાહ્નવી કપૂર પેપરાઝીની ફેવરિટ છે. હાલમાં જ તે ફિલ્મ મેકર શશાંક ખેતાનના ઘરે તેની બર્થડે પાર્ટીમાં શામેલ થવા માટે આવી હતી. આ પાર્ટીમાં શામેલ થવા માટે જાહ્નવીનો સાવકો ભાઈ અર્જુન કપૂર પણ આવ્યો હતો. આ પાર્ટીમાં વરુણ ધવન, કરણ જોહર, આયુષ્માન ખુરાના જેવી હસ્તીઓ શામેલ થઇ હતી. આ પાર્ટીમાં સેલિબ્રિટીઓએ મસ્તી કરી હતી. આ બાદ કેક કાપવામાં આવી હતી.
View this post on Instagram
આ પાર્ટી પુરી થયા બાદ તે જયારે વેન્યુ પરથી નીકળી તો મીડિયા વાળાએ તેને ઘેરી લીધી હતી. આ દરમિયાનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જાહ્નવી તેની ગાડી બાજુ જઈ રહી છે ત્યારે મીડિયાના લોકો તેની પાછળ પાછળ જાય છે. ત્યારે જાહ્નવી હસીને પૂછે છે કે, તમે કે સુધી સાથે આવશો ? આ પર પેપરાઝીએ કહ્યું હતું કે, ગાડી સુધી. આ બાદ બીજાએ કહ્યું કે, તમે કહો તો ઘર સુધી પણ આવી. આ પર જાહ્નવીએ કહ્યું હતું કે, આવી જાઓ. આ પરથી જોઈ શકાય છે કે જાહ્નવી અને મીડિયાવાળા વચ્ચે કેટલું બોન્ડિંગ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, જાહ્નવી કપૂરની જીમની બહારની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જાહ્નવી જોયુરે શશાંક સાથે ફિલ્મ ધડકમાં કામ કર્યું છે. આ જાહ્નવીની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે ઈશાન ખટ્ટર નજરે આવ્યો હતો. આ ફિલ્મ 2016માં આવેલી મરાઠી ફિલ્મ સૈરાટની રીમેક હતી. આ ફિલ્મ બાદ ઈશાન અને જાહ્નવી વચ્ચે અફેરની ખબર આવતી રહેતી હતી, હાલમાં જ બ્રેકઅપની પણ ખબર મળી રહી છે.
View this post on Instagram
જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો જાહ્નવી હવે ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લમાં નજરે આવશે. આ સિવાય તે કરણ જોહરની મલ્ટીસ્ટારર પિરિયડ ડ્રામા ‘તખ્ત’ અને રાજ કુમાર રાવ સાથે રુહી આફઝા અને કાર્તિક આર્યન અને ન્યૂકમર લક્ષ્ય સાથે દોસ્તાના-2માં નજરે આવશે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.