‘પંછી બનું ઉડતી ફીરુ મસ્ત ગગન મેં…’ પપ્પાની પરી જે રીતે બાઇક પર ઉડી રહી હતી તે જોઇ ચોક્કસથી તમને પણ આ ગીત આવી જશે યાદ

બાઇક પર પંછી બની ઉડી રહી હતી પપ્પાની પરી, બાજુમાંથી જઇ રહેલા કપલને મારી એવી ટક્કર કે પલટી બાઇક અને પછી…

એક જમાનો હતો કે જ્યારે છોકરીઓ ઘરની બહાર નીકળતી નહોતી. ઘરની ચાર દિવાલોની અંદર જ તેમની પૂરી દુનિયા માનતી હતી. પણ આજકાલ તો છોકરીઓ છોકરાઓ કરતા પણ આગળ નીકળી ગઇ છે. પહેલા તો એવું હતુ કે છોકરાઓ જ બાઇક ચલાવતા પણ હવે તો છોકરીઓ પણ બાઇક ચલાવે છે. છોકરીઓની બાઇક રાઇડિંગ વિશે તો તમે ઇન્ટરનેટ પર અનેક વીડિયો જોયા હશે, પણ આજે જે વીડિયો સામે આવ્યો તે જોઇને તો તમે આશ્ચર્યચકિત થઇ જશો.

તમે સોશિયલ મીડિયા પર છોકરીઓની ડ્રાઇવિંગની મજાક ઉડાવતા ઘણા વીડિયો જોયા હશે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાપા કી પરીઓ ક્યારે કોને ટક્કર મારશે તેની કોઈને ખબર નથી. હાલમાં જ એક પપ્પાની પરીનો આવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે. આ વિડિયોમાં એક છોકરી રસ્તાની વચ્ચે ખૂબ જ ખરાબ રીતે બાઇક ચલાવી રહી છે. લહેરાતી બલખાતી છોકરી ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ બાઇક ઉડાવી રહી છે.

બાઇક ચલાવતી આ છોકરીને જોઈને એવું લાગશે કે તેનો અકસ્માત થવાનો છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોના શ્વાસ બંધ થઈ જાય છે. યુવતીના આ કૃત્યને જોઈને નેટીઝન્સ ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે. એક કપલ તેની બાજુમાં પાછળથી પસાર થઇ રહ્યુ હતુ ત્યારે છોકરી તેજ ગતિએ જઈ રહી હતી. યુવતીની બેદરકારીના કારણે કપલની બાઇક સાથે તેની ટક્કર થઇ અને તે બાદ કપલ જે રીતે પડે છે તે જોઈને તમે પણ ચોંકી જશો. જે રીતે બંને પડી ગયા તે જોઇને તમે કલ્પના કરી શકો છો કે તેમને કેટલું નુકસાન થયું હશે.

 

View this post on Instagram

 

A post shared by Satish Kumar 💗 (@mcqueen_spee_d)

બાઇક સવાર યુવતીના ડ્રાઇવિંગ પર નેટીઝન્સ ખૂબ જ ગુસ્સે છે. એક યુઝરે કહ્યુ કે, આવા લોકો માત્ર પોતાનું જ નુકસાન નથી કરતા, પરંતુ કોઈ કારણ વગર બીજા માટે પણ મુશ્કેલી ઉભી કરે છે. બીજાએ લખ્યું – કેટલાક લોકો પાસે મગજ નામની વસ્તુ નથી હોતી.આ વીડિયોને mcqueen_spee_d નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને 28 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Shah Jina