ક્યારેક એક રૂમ વાળા ઘરમાં અને પત્નીના પગાર ઉપર જ નિર્ભર હતો પંકજ ત્રિપાઠી, આજે કમાય છે આટલા રૂપિયા

આજે બોલીવુડની ફિલ્મો અને વેબ સિરીઝમાં એક નામ સૌને ગમતું બની ગયું છે. એ નામ છે પંકજ ત્રિપાઠીનું. આજે પંકજ ત્રિપાઠી એક આલીશાન જીવન વિતાવી રહ્યા છે અને બોલીવુડના એક સફળ અભિનેતા તરીકે પણ જાણીતા બન્યા છે, પરંતુ જયારે તેમને મુંબઈમાં પગ મુક્યો ત્યારે તેમનું જીવન ખુબ જ અલગ હતું.

Image Source

પંકજ ત્રિપાઠી બિહારના ગોપાલ ગંજના એક સામાન્ય ખેડૂતનો દીકરો છે. પરંતુ આજે તેને બોલીવુડમાં એક ખુબ જ મોટું નામ હાંસલ કરી લીધું છે.  પંકજ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર તેમને દારૂડિયાઓ અને દગાખોટો વચ્ચે જીવન વિતાવ્યું છે અને તેના જ કારણે માણસ અચ્છાઈ તરફ ત્યારે જ ભાગે છે જયારે તે ખરાબ જોઈ ચુક્યો હોય છે.

Image Source

ફિલ્મોમાં આવવા માટે પંકજને ખુબ જ મહેનત કરવી પડી હતી. તેના ઘરમાં એક સમય તો એવો હતો ઘરનું ગુજરાન તેના પત્નીના પગાર ઉપર જ ચાલતું હતું. વર્ષ 2004માં પંકજ મુંબઈમાં અભિનેતા બનવાનું સપનું લઈને આવ્યો હતો અને તય્યરે પંકજના દિવસો ખુબ જ ગરીબીમાં વીતી રહ્યા હતા.

Image Source

પંકજ જયારે મુંબઈમાં આવ્યો ત્યારે તે માત્ર એક ઓરડા વાળા ઘરની અંદર રહેતો હતો. પરંતુ આજે મળ આઇલેન્ડમાં તે એક શાનદાર સિફેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં પંકજે કહ્યું હતું કે: “એ સમયે તેની પાસે કોઈ કામ નહોતું જેના કારણે તેમની પત્ની એક સ્કૂલની અંદર ભણાવવા માટે જતી હતી અને તેનાથી જ ઘરનો ખર્ચ ચાલતો હતો.” તેને કહ્યું કે રોજ-બરોજના ખર્ચ ઉપર તે તેની પત્ની ઉપર નિર્ભર રહેતો.

Image Source

પોતાના નવા ઘરમાં આવાની વાત કરતા પંકજે જણાવ્યું હતું કે: “જયારે અમે મળ આઇલેન્ડ વાળા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા ત્યારે મૃદુલા ઈમોશનલ થઇ ગઈ હતી. પહેલા આવું ઘર ખરીદવાનું મારુ કોઈ સપનું નહોતું, હું અને મારી પત્ની બસ મુંબઈમાં અમારું એક ઘર ઇચ્છતા હતા જે અમે થોડા વર્ષો પહેલા ખરીદી પણ લીધું હતું. પરંતુ આ ઘર આમારા માટે બોનસ જેવું હતું.”

Image Source

પોતાની મહેનત અને સખત પરિશ્રમના કારણે પંકજે બોલીવુડમાં એ જગ્યા મેળવી લીધી જ્યાં પહોંચવાના ઘણા લોકો સપના જોતા હોય છે. પંકજ આજે એક દિવસના ફિલ્મ, વેબ સિરીઝ અને જાહેરાતના માધ્યમ દ્વારા 25 લાખથી 1 કરોડ સુધીની આવક મેળવે છે.

જોકે, સુપરસ્ટાર પંકજ ત્રિપાઠીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને ક્યારેય ન તો સ્ટ્રીટલાઈટ નીચે બેસવું પડ્યું કે ન તો રેલવે સ્ટેશન પર સૂવું પડ્યું છે. જોકે, તેમને એક નાના રુમના હોમમાં જ રહેવું પડ્યું હતું. પંકજ પોતાની આ યાદગીરીને પણ શાનદાર માને છે.

પંકજે તેના સ્ટ્રગલ વિશે વાત કરી હતી. પંકજએ કહ્યું હતું કે, તે સમયે તેમની પાસે કામ નહોતું. જેના કારણે પત્નીને મુંબઈની એક સ્કૂલમાં ટીચર તરીકે જવું પડતું હતું. રોજબરોજના ખર્ચા માટે પણ તેને પત્ની પર નિર્ભર રહેવું પડતું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`