જીવનશૈલી

બોલીવુડના આ સુપરસ્ટારના મકાનની છત તુફાનને લીધે ઉડી ગઈ હતી એક સમયે, અને હવે મુંબઈમાં લીધું આલીશાન ઘર..જુવો તસવીરો

Image Source

બૉલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી પોતાના અભિનય અને સારા વ્યવહારને લીધે હાલના દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા છે. પંકજની પાસે હાલના સમયે ફિલ્મોની લાઈન લાગેલી છે. પંકજ ત્રિપાઠી બોલીવુડના એક એવા કલાકાર છે જેની ઓળખાણ આજે મોટા મોટા દિગ્ગજોની વચ્ચે થાય છે. દર્શકો પણ તેને ફિલોમા જોવા માટે ખુબ આતુર રહે છે.

એવામાં હાલમાં જ પંકજે મુંબઈના મડ આઇલેન્ડ વિસ્તારમાં નવું ઘર ખરીદ્યુ છે. હવે તેણે પોતાના નવા ઘરમાં ગૃહપ્રવેશ પણ કરી લીધો છે. પંકજે પોતાના નવા ઘરમાં પોતાની પત્ની મૃદુલા સાથે પૂજા કરી હતી જેની અમુક તસવીરો પણ સામે આવી છે.

Image Source

પૂજાના સમયે પંકજે પીળા રંગના કપડાં પહેર્યા હતા જ્યારે મૃદુલાએ લાલ રંગની સાડી પહેરી રાખી હતી બંને આ અવસર પર ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. પંકજ પોતાના નવા ઘરને લઈને ખુબ જ ખુશ છે.

Image Source

ઇન્ટરવ્યૂમાં પંકજે કહ્યું કે,”આજે મે અને મારી પત્નીએ અમારા માટે અમારા સપનાનું ઘર ખરીદી લીધું છે, પણ તે દિવસોને ભૂલ્યા નથી, જ્યારે અમે એક જ રૂમવાળા ઘરમાં રહેતા હતા જેની છત ટીનની બનેલી ચાદર હતી. તે ઘર પટનામાં હતું, એક રાતે એટલો જોરદાર વરસાદ અને હવા આવી જેને ધે ટીનની ચાદર પણ ઉડી ગઈ.નવું ઘર ખરીદવાનું મારું એક સપનું હતું, જેને મેં પૂરું કરી લીધું”.

Image Source

પંકજે આગળ કહ્યું કે,”શરૂઆતથી જ મને સાંસ્કૃતિક ચીજોના તરફ રુચિ રહી છે. 21 વર્ષની ઉંમરમાં સાઈકલથી બિસ્મીલાહ ખાનના કોન્સર્ટ માં જતો હતો.મને સંગીતની કઈ ખાસ સમજણ ન હતી, પણ હું ખુબ ધ્યાનથી તેને સાંભળતો હતો. મારી સિનેમામાં કઈ ખાસ રુચિ ન હતી, મને થીએટર પસંદ હતું. મેં NSD થી કોર્સ કર્યો અને થિએટમરમાં કેરિયર બનાવવા માટે બિહાર આવી ગયો. જો કે મને જલ્દી જ એ અનુભવ થાવા લાગ્યો કે મારા માટે થિએટરમાં ન તો ભવિષ્ય છે અને ન તો પૈસા.પછી મેં મુંબઈ આવવવાનો નિર્ણય લીધો જ્યાં ફિલ્મોમાં અભિનય કરવું જ એક સારો એવો વિકલ્પ હતો.

Image Source

આગળના વર્ષે હું કોઈપણ રોલ નિભાવી લેતો હતો પણ આજે હું તે પોઝિશન પર છું કે હું મારી મરજીથી કિરદાર નિભાવી શકું. આખરે મેં મારા સપનાનો મહેલ ઉભો કરી જ લીધો અને તેને જોઈને મારી પત્ની ખુબ જ ભાવુક  થઇ ગઈ હતી. જણાવી દઈએ કે પંકજ જલ્દી જ શ્રીદેવીની દીકરી અભિનેત્રી જાહ્નવી કપૂરની સાથે ફિલ્મ ‘કારગિલ ગર્લ માં નજરમાં આવવાના છે. તેના સિવાય પંકજ ‘સેક્રેડ ગેમ્સ સીઝન-2’ માં પણ નજરમાં આવવાના છે.