લો બોલો ગુજરાતી અને અમેરિકાના કમા બાદ હવે માર્કેટમાં આવ્યો નવો પંજાબી કમો, લુક જોઈને તમે પણ કહેશો, કોઠારીયાના કમાને પાઘડી પહેરાવી કે શું ? જુઓ વીડિયો

વર્લ્ડ ફેમસ બની ગયેલા કોઠારીયાના કમાનો વધુ એક ડુપ્લીકેટ આવ્યો નજર, આ વખતે પાઘડી પહેરીને પંજાબી કમાએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, જુઓ વીડિયો

Punjabi kamo viral on social media: રસિયો રૂપાળો ગીત વાગતા જ આપણને કોઠારીયાનો કમો (kothariya kamo) યાદ આવે. જેને થોડા જ સમયમાં આખા ગુજરાતની અંદર પોતાનું આગવું નામ બનાવી દીધું. કમાની લોકપ્રિયતા કેવી છે તે કહેવાની જરૂર નથી. કારણે કે તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે અને ઠેર ઠેર કમાનું નામ લેવાય છે.

કિર્તીદાન ગઢવી (kirtidan gadhvi) એ તેમના એક ડાયરામાં કમાનો હાથ પકડ્યો અને કમો સ્ટાર બની ગયો. જેના બાદ ડાયરાઓમાં લોકો કમાને જોવા માટે આતુર રહેતા અને કમો જ્યાં પણ જાય ત્યાં ડાયરાનો આખો માહોલ જ બદલાઈ જતો. કમો ભલે દિવ્યાંગ હતો અને તે પોતાની જ આ પ્રસિદ્ધિથી અજાણ હતો પરંતુ તેના પરિવારજનો પણ કમાની આ પ્રગતિ જોઈને ખુબ જ ખુશ છે.

કમો ગુજરાતના ડાયરાની શાન છે અને તે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવા મોટા મોટા શહેરોમાં પણ ડાયરામાં જોવા મળી ચુક્યો છે. આ ઉપરાંત ઘણી દુકાનોના ઉદ્દઘાટનમાં અને નવરાત્રીના સમયમાં પણ કમાની હાજરી જોવા મળી હતી. ત્યારે આ કમાની ડિમાન્ડ માત્ર ગુજરાતમાં જ નહિ વિદેશમાં પણ જોવા મળી હતી.

કિર્તીદાન ગઢવી જયારે અમેરિકા અને કેનેડામાં ડાયરો કરી રહ્યા હતા ત્યારે પણ ત્યાં લોકો કમાની ડિમાન્ડ કરતા હતા અને ત્યારે કિર્તીદાન એક અમેરિકન કમો પણ ડાયરામાં સાથે લઇ ગયા હતા. જેના બાદ ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ પણ કમા જેવા દેખાતા જ એક વ્યક્તિને લઈને આવી હતી અને તેનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

ત્યારે હવે સોશિયલ મીડિયામાં એક પંજાબી કમો વાયરલ થઇ રહ્યો છે. તેનો લુક પણ એકદમ કમા જેવો જ છે. બસ ફર્ક એટલો છે કે તે વ્યક્તિએ માથા પર પંજાબી પાઘડી પહેરી છે. આ વીડિયોની સાથે લખવામાં આવ્યું છે “કમો મુશેવાલા”. જેમાં કમા જેવો દેખાતો આ વ્યક્તિ ગાડીમાંથી ઉતરીને પોતાના શર્ટની બાય ચઢાવતો જોવા મળી રહ્યો છે.

ત્યારે આ વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ પંજાબી કમાને જોઈને લોકો પણ કોમેન્ટ કરવા માટે મજબુર બની ગયા છે. ઘણા લોકોને આ પંજાબી કમો પસંદ આવી રહ્યો છે તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આપણા કમા જેવો કોઈ નહિ. ઘણા કમાને સુપરસ્ટાર પણ કહી રહ્યા છે.

Niraj Patel