સચિન તેંડુલકર સહિતનાં ઘણી મોટી હસ્તીઓ અહીં પાણીપુરી ખાઈ ચુક્યા છે. હવે પાણીપુરી વાળાને કોર્ટે ફટકાર્યો 10 લાખનો દંડ, જાણો સમગ્ર વિગત
વડોદરામાં કોર્ટ દ્વારા એક પાણીપુરીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત 1 વર્ષની જેલની પણ સજા ફટકારી હતી. વડોદરાના ખ્યાતનામ પાણીપુરીને માતબર રકમનો દંડ અને 1 વર્ષની સજા પણ થઇ હતી. વડોદરાની કોર્ટે રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્માને સજા ફટકારી હતી. રૂપિયા લીધા બાદ પરત નહી આપવાનું મોંઘુ પડ્યું હતું.
ઘટનાની વિગત તપાસીએ તો, સમા સુંદરવન સોસાયટીમાં રહેતા અને સામાજિક કાર્યકર જીતેન્દ્ર સોલંકીએ સુભાનપુરામાં રહેતા અને શહેરમાં વિવિધ જગ્યાએ પાણીપુરીના સ્ટોલ અને લારી ચલાવનાર વેપારી રાજસ્થાન પાણીપુરીના સંચાલક દિનેશચંદ્ર પાલ શર્માને વગર વ્યાજે વર્ષ 2010માં રૂપિયા 10 લાખની રકમ આપી હતી. અને તે રકમ તેઓએ પરત નહીં કરતા વર્ષ 2013માં રકમના બદલે રૂપિયા પાંચ-પાંચ લાખના બે ચેક આપ્યા હતા. જીતેન્દ્ર સોલંકીએ આ બંને ચેક તેમના ખાતામાં ભર્યા હતા. તે ચેક રિટર્ન ગયા હતા.

બે ચેક રિટર્ન થયા અંગેના અલગ-અલગ બે કેસ કોર્ટમાં દાખલ કર્યા હતા. આ પૈકીના એક કેસનો ચુકાદો આવ્યો હતો. જેમાં વડોદરા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ત્રીજી કોર્ટના જજે હુકમ કર્યો છે કે, દિનેશ ચંદ્ર પાલ શર્માને એક વર્ષની સાદી કેદ અને પૈસા આપ્યાને દસ વર્ષનો સમય થઈ ગયો છે. જેથી રૂપિયા પાંચ લાખની સામે રૂપિયા 10 લાખની રકમ અરજદારને ચુકવવાની રહેશે.

તમને જણાવી દઇએ કે, ચેક બાઉન્સ થવાના કેસમાં આકરો દંડ કોર્ટે ફટકાર્યો છે અને આ ઉપરાંત 1 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે. સચિન તેંડુલકર સહિતનાં અનેક હસ્તીઓ પણ અહીં પાણીપુરી ખાઈ ચુક્યા છે.