ખબર

આ ખબર જાણ્યા પછી તમે બહારની પાણીપુરી ખાવાની હિમ્મત નહિ કરો

જો તમને પણ પાણીપુરી પસંદ હોય અને તમે પણ ઘણીવાર પોતાની આ પાણીપુરી ખાવાની તાલાવેલીને સંતોષવા માટે અવારનવાર લારી પર પાણીપુરી ખાઈ લેતા હોવ છો તો હવેથી ચેતી જજો. અમદાવાદ શહેરના નારણપુરામાં એક પાણીપુરીવાળાની તસવીરો વાયરલ થઇ છે જેમાં જોવા મળી રહ્યું છે કે આ પાણીપુરીવાળો પાણીપુરીઓ ગંદકીથી ભરેલા એક શૌચાલયમાં પૂરીઓ મૂકી છે. નારાણપુરાની લક્ષ્મી પાણીપુરી આ વિસ્તારની પ્રખ્યાત પાણીપુરીમાંથી એક માનવામાં આવે છે.

Image Source

આ વાત ત્યારે સામે આવી જયારે એક ગ્રાહકને પાણીપુરીમાંથી ગંધ આવી, જેથી તેને તપાસકારી તો તે ચોંકી ગયો કારણ કે તેને ખબર પડી કે પુરી અને પાણી એક ગંદા શૌચાલયમાં રાખવામાં આવે છે. આ જોઈને આ ગ્રાહકે સંબંધિત અધિકારીઓને આ વિશે માહિતી આપી અને આ લારીવાળાની આ હરકત પોલીસના ધ્યાને પણ લાવી. સાથે જ તેને આ ટોઇલેટના ફોટોસ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.

Image Source

નારણપુરાના આ જગ્યાની નજીકના રહેવાસીઓ પણ આ જોઈને ચોંકી ગયા અને સાથે સાથે પાણીપુરાવાળાની લારી પર તોડફોડ પણ કરી. ઘટનાની જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગની એક ટિમ પર ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. સાથે જ લક્ષ્મી પાણીપુરીને આદેશ આપ્યા હતા કે તેમના આદેશ વિના દુકાન ન ખોલવી.

અહીંના એક સ્થાનિકનું કહેવું છે કે આ દુકાનદાર સાથે તેમને હંમેશા સ્વચ્છતા બાબતે રક્ઝક થતી જ રહેતી, ગંદકીના કારણે મચ્છર પણ વધી ગયા હતા અને પછી તેમને AMCને પણ આ બાબતે ફરિયાદ કરી હતી. દુકાનદાર દુકાનમાં જરાક પણ ચોખ્ખાઈ જાળવતો ન હતો.