ખબર

વધુ એક ઉદ્યોગપતિએ કાર અકસ્માતમાં ગુમાવ્યો જીવ, ભત્રીજીના લગ્નમાંથી પરત ફરતા ટ્રક સાથે થયો ભીષણ અકસ્માત

સાયરસ મિસ્ત્રી પછી હજુ એક દિગ્ગજ ઉદ્યોગપતિનું થયું અકસ્માતમાં મોત, ભત્રીજીને વિદાય આપીને જઈ રહ્યા હતા ઘરે

દેશભરમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે, બે મહિના પહેલા જ ખ્યાતનામ ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું પણ એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું, ત્યારે હવે વધુ એક ઉદ્યોગપતિ જયારે પોતાના ભત્રીજીના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ એક ટ્રક સાથે તેમની કારનો અકસ્માત થયો અને તેમનું મોત નિપજ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પાણીપતમાં આવેલા ગામ બડોલી પાસે એક ખુબ જ ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં પોતાના ભત્રીજાના લગ્નમાંથી પરત ફરી રહેલો પરિવાર ગાડી લઈને ઉભેલી ટ્રકમાં ઘુસી ગયો હતો. જેમાં ગાડી ચલાવી રહેલા બિઝનેસમેન સતીશ મિત્તલનું મોત નીપજ્યું હતું અને ગાડીમાં સવાર બે મહિલાઓ સમેત બે બાળકો ગંભીર રૂપે ઘાયલ થતા તેમને બે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધાર પર સ્થાનિક પોલીસે ટ્રક ચાલાક વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરી લીધો છે. સતીશ મિત્તલના ભાઈ સંજીવ મિત્તલે જણાવ્યું કે તે ગીતા કોલોની પાનીપતના રહેવાસી છે. 4 નવેમ્બરના રોજ તેમની ભત્રીજીના લગ્ન કરનાળમાં થવાના હતા. લગ્નમાં આખો પરિવાર સામેલ થવા માટે ગયો હતો. સવારે કન્યાની વિદાય થયા બાદ આખો પરિવાર પાનીપત આવવા માટે રવાના થયો.

તેમણે જણાવ્યું કે ગાડીમાં તેના ભાઈ સતીશ મિત્તલ સાથે ભાભી રેખા, ભત્રીજી મુસ્કાન, ભત્રીજો સાહિલ અને બીજી ભાભી પણ સવાર હતા. ત્યારે સવારે 7 વાગ્યે બડોલી ગામની પાસે સીંગ એન્ડ સ્વિન્ગ હોટલ નજીક પહોંચ્યા ત્યારે નેશનલ હાઇવે પર એક ટ્રક ઇન્ડિકેટર અને કોઈપણ અવરોધ વગર ઉભેલી હતી. જેના કારણે સતીશની ગાડી પાછળથી ટ્રકમાં ઘુસી ગઈ. રાહદારીઓની મદદથી તેમને બહાર કાઢી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં સતીશનું રસ્તામાં જ મોત થઇ ગયું. સતીશ મિત્તલ પાનીપતના એક જાણીતા ઉદ્યોગપતિ અને સ્પિનિંગ મિલન માલિક હતા.