પાણીપુરી ખાવાના શોખીનો એકવાર આ જોઈ લેશો તો જિંદગીમાં પણ પાણીપુરી ખાવાનું નામ નહિ લો, જુઓ આ મહિલા સાથે શું બન્યું ?

આપણા દેશમાં ખાવાના શોખીનો તો ઠેર ઠેર તમને જોવા મળી જશે. અને તેમાં પણ પાણીપુરીની વાત આવતા જ મોઢામાં પાણી આવી જાય. ખાસ કરીને મહિલાઓ અને છોકરીઓને પાણીપુરી ખુબ જ પસંદ હોય છે. સ્ત્રીઓ કોઈપણ જગ્યાએ જાય તે પાણીપુરી પહેલા ખાવાનું વિચારશે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ આવી રહી કે પાણીપુરી ખાવાનું તો દૂર તેને જોવાનું પણ મન ના થાય.

(પ્રતીકાત્મક તસવીર)

પાણીપુરીના હાઇજીનને લઈને ઘણા સવાલો વખતો વખત ઉભા થતા હોય છે. થોડા સમય પહેલા જ એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ પાણીપુરીના પાણીમાં પોતાનું યુરિન ઉમેરી રહ્યો હતો, આ પહેલા પણ પાણીપુરીને સ્વાદિષ્ટ  બનાવવા માટે તેમાં ભેળસેળ પણ કરતા હોય છે. તો ઘણીવાર પાણીપુરી ખાતા સમયે એવી વસ્તુ નીકળે તે જોઈને જ ઉલટી થઇ જાય.

હાલ એક એવી જ ઘટના સામે આવી છે  જેની તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ અજીબો ગરીબ ઘટનામાં પાણીપુરીની અંદર કીડો નજર આવી રહ્યો છે. તસ્વીરમાં ખાવા માટે આપેલી એક પાણીપુરી જોવા મળી રહી છે. જેમાં બટાકાના મસાલા સાથે પાણી પણ ભરેલું છે. પરંતુ જો આ તસ્વીરને ધ્યાનથી જોવામાં આવે તો તેની અંદર એક કીડો પણ જોવા મળશે.

આ તસ્વીરને જોઈને તમને પણ ભાગ્યે જ પાણીપુરી ખાવાનું મન થશે. સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થવાની સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે સારું થયું કે ખાતા પહેલા જ પાણીપુરી ખાનારે આ કીડાને જોઈ લીધો. આ તસવીર વાયરલ થયા બાદ પાણીપુરીના હાઇજીન વિશે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

Niraj Patel