હાલ જયારે લોકોડાઉન ચાલી રહ્યું પાણીપુરીના સ્વાદરસિકો ચટાકેદાર પાણીપુરીનો સ્વાદ લઇ શકતા નથી. પાણીપુરીનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય ત્યારે આ સમયે લોકોને બહુ યાદ આવતી હશે. હાલમાં જ અમદાવાદમાં પાણીપુરીવાળાએ દુકાન ખોલી અને પછી જે થયું તે જાણીને તમને પણ અચરજ લાગશે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક પાણીપુરીવાળાએ પોતાની દુકાન ટૂંકાગાળા માટે ખોલતા લોકો તૂટી પડ્યા હતા. પાણીપુરી ખાવામાં તલ્લીન થયેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ભાન ના રહ્યું અને પોલીસે પાણીપુરીવાળા સતીષ ગોહિલ સામે ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદ મુજબ બોપલ ગ્રામ પંચાયત નજીક સતીષ ગોહિલએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના ભીડ એકત્ર થવા દીધી હતી. સાથે જ જીવનજરૂરિયાતની વસ્તુ ના હોવા છતાં સતીષ ગોહિલે પોતાની દુકાન ખોલી હતી. પાંચ-છ ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના પાણીપુરીવાળાની આસપાસ ઊભા હતા. આ બાદમાં પોલીસે પરિશ્રમ રો હાઉસમાં રહેતા પાણીપુરીવાળા સતીષ ગોહિલની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પાણીપુરીવાળાએ જણાવ્યું હતું કે, તેની પાસે પૈસા ખૂટી પડતા તે બીજી વસ્તુ દુકાનમાં લેવા જતા લોકો પાણીપુરી વેચવાનો આગ્રહ કરતા આ સ્થિતિ થઇ હતી.

બોપલ પોલીસે સતીષ ગોહિલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.