ખબર

દીકરી અડધી રાત્રે બાથરૂમમાં ગઈ, પછી જે થયું તે ઘસઘસાટ સૂતા મા-બાપ માટે ચોંકાવનારો આંખ ઉઘાડનાર કિસ્સો

મધ્યપ્રદેશના રાયસેનમાં જાટખેડી સ્થિત નિખિલ નેશનલ કોલોનીમાં બાથરૂમમાં પાણીથી ભરેલી બાલ્ટીમાં ડૂબી જાવાને લીધે ત્રણ વર્ષની માસુમ બાળકી દુનિયા છોડીને ચાલી ગઈ.બાળકી તે સમયે પથારીમાંથી ઉઠીને બાથરૂમમાં પહોંચી ગઈ, જે સમયે એના માતા-પિતા ઘેરી નીંદરમાં સુતા હતા.ઘટનાની જાણકારી માતા-પિતાને સવારે ઉઠીને ખબર પડી જ્યારે તેની આ બાળકી પથારીમાં ન દેખાઈ.

આ દર્દનાક ઘટના સુરેન્દ્ર રઘુવંશીની એકમાત્ર દીકરી ‘આરાધ્યા’ની સાથે થયેલી છે.પોલીસે કહ્યું કે સુરેન્દ્ર રઘુવંશી સફાઈ સામગ્રીના વ્યાપારી છે.તે પોતાની પત્ની કીર્તિ,પોતાની માં અને ત્રણ વર્ષની દીકરીની સાથે રહેતા હતા.શનિવારે તેઓ પોતાની દીકરીને બેડરુમમાં સાથે લઈને સુતા હતા, કહેવામાં આવી રહ્યું છે કે બાળકીના માતા-પિતાની તબિયત ખરાબ હોવાને લીધે, તેઓ દવા ખાઇને સુઈ ગયા હતા.

પોલીસના આધારે શનિવારની સવારે જ્યારે સવારે પાંચ વાગે સુરેન્દ્રની ઊંઘ ઉડી તો તેણે જોયું કે આરાધ્યા બાજુમાં સૂતી છે, તે જોઈને તે ફરીથી સુઈ ગયા.પછી સવારના સાત વાગે બંને માતા-પિતાની ઊંઘ ઉડી તો જોયું કે આરાધ્યા બેડ પર ન હતી. ઉઠીને જોયું તો તે બાથરૂમમાં હતી અને પાણીથી ભરેલી બાલ્ટીમાં તેનું અળધુ મોઢું ડૂબેલું હતું.પરિવારનાલોકો તેને તરત જ હોસ્પિટલ લઈને પહોંચ્યા ત્યાં અમુક સમય પછી ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા.

જો કે પહેલાતો આરાધ્યાને શોધવા માટે માતા-પિતા બધે જોવા લાગ્યા અને તેને અવાજ આપવા લાગ્યા.પણ આરાધ્યા ક્યાંય પણ ના મળવા પર અચાનક જ તેઓની નજર બાથરૂમમાં પડી જ્યા આરાધ્યા પાણીથી ભરેલી બાલ્ટીમાં મોઢાના બળ પર પડેલી હતી.જો કે ત્યારે તેના શ્વાશ ચાલી રહ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે લગભગ એક કલાકની ટ્રીટમેન્ટ પછી બાળકીએ પોતાના છેલ્લા શ્વાસ લીધા .મામલો એક માસુમ બાળકીનો હતો માટે પરિવારના લોકોએ પોલીસને અપીલ કરી કે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં ન આવે.અને આરાધ્યાનું શરીર માતા-પિતાને સોંપી દેવામાં આવ્યું. શરીર મળતા જ પરિવારના લોકો પોતાના નિવાસ સ્થાન માટે નીકળી ગયા. તે રઘુવંશીની એકમાત્ર સંતાન હતી અને તેઓએ હાલમાં જ આરાધ્યાનું એડમિશન કરાવ્યું હતું અને તેને જુલાઈ મહિનાથી શાળાએ જાવાનું હતું.

પરિવારના લોકોના અનુસાર આરાધ્યા મોટાભાગે પાણીમાં રમતી રહે છે. લગભગ ચાર મહિના પહેલા પણ તે પથારી માંથી ઉઠીને બાથરૂમમાં ચાલી ગઈ હતી. પણ ત્યારે તેના પરિવારના લોકોની નજર પડી જાતા દુર્ઘટના થાતા બચી ગઈ હતી. તે એટલી હસમુખ હતી કે આજુ બાજુના પાડોશીઓ તેને ખુબ વ્હાલ-પ્રેમ કરતા હતા. આરાધ્યાની સાથે થયેલી આ દુર્ઘટનાની જાણ થાતા જ પાડોશીઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.