ખબર

દીકરી અડધી રાત્રે બાથરૂમમાં ગઈ, પછી જે થયું તે ઘસઘસાટ સૂતા મા-બાપ માટે ચોંકાવનારો આંખ ઉઘાડનાર કિસ્સો

મધ્યપ્રદેશના રાયસેનમાં જાટખેડી સ્થિત નિખિલ નેશનલ કોલોનીમાં બાથરૂમમાં પાણીથી ભરેલી બાલ્ટીમાં ડૂબી જાવાને લીધે ત્રણ વર્ષની માસુમ બાળકીની મૃત્યુ થઇ ગઈ હતી.બાળકી તે સમયે પથારીમાંથી ઉઠીને બાથરૂમમાં પહોંચી ગઈ, જે સમયે એના માતા-પિતા ઘેરી નીંદરમાં સુતા હતા.ઘટનાની જાણકારી માતા-પિતાને સવારે ઉઠીને ખબર પડી જ્યારે તેની આ બાળકી પથારીમાં ન દેખાઈ.

Image Source

આ દર્દનાક ઘટના સુરેન્દ્ર રઘુવંશીની એકમાત્ર દીકરી ‘આરાધ્યા’ની સાથે થયેલી છે.પોલીસે કહ્યું કે સુરેન્દ્ર રઘુવંશી સફાઈ સામગ્રીના વ્યાપારી છે.તે પોતાની પત્ની કીર્તિ,પોતાની માં અને ત્રણ વર્ષની દીકરીની સાથે રહેતા હતા.શનિવારે તેઓ પોતાની દીકરીને બેડરુમમાં સાથે લઈને સુતા હતા, કહેવામાં આવી રહ્યું છે કે બાળકીના માતા-પિતાની તબિયત ખરાબ હોવાને લીધે, તેઓ દવા ખાઇને સુઈ ગયા હતા.

Image Source

પોલીસના આધારે શનિવારની સવારે જ્યારે સવારે પાંચ વાગે સુરેન્દ્રની ઊંઘ ઉડી તો તેણે જોયું કે આરાધ્યા બાજુમાં સૂતી છે, તે જોઈને તે ફરીથી સુઈ ગયા.પછી સવારના સાત વાગે બંને માતા-પિતાની ઊંઘ ઉડી તો જોયું કે આરાધ્યા બેડ પર ન હતી. ઉઠીને જોયું તો તે બાથરૂમમાં હતી અને પાણીથી ભરેલી બાલ્ટીમાં તેનું અળધુ મોઢું ડૂબેલું હતું.પરિવારનાલોકો તેને તરત જ હોસ્પિટલ લઈને પહોંચ્યા ત્યાં અમુક સમય પછી ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

જો કે પહેલાતો આરાધ્યાને શોધવા માટે માતા-પિતા બધે જોવા લાગ્યા અને તેને અવાજ આપવા લાગ્યા.પણ આરાધ્યા ક્યાંય પણ ના મળવા પર અચાનક જ તેઓની નજર બાથરૂમમાં પડી જ્યા આરાધ્યા પાણીથી ભરેલી બાલ્ટીમાં મોઢાના બળ પર પડેલી હતી.જો કે ત્યારે તેના શ્વાશ ચાલી રહ્યા હતા.

Image Source

ડોક્ટરોએ જણાવ્યું કે લગભગ એક કલાકની ટ્રીટમેન્ટ પછી બાળકીએ પોતાના છેલ્લા શ્વાસ લીધા અને તેની મૃત્યુ થઇ ગઈ.મામલો એક માસુમ બાળકીનો હતો માટે પરિવારના લોકોએ પોલીસને અપીલ કરી કે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં ન આવે.અને આરાધ્યાનું મૃત શરીર માતા-પિતાને સોંપી દેવામાં આવ્યું.મૃત શરીર મળતા જ પરિવારના લોકો પોતાના નિવાસ સ્થાન માટે નીકળી ગયા. તે રઘુવંશીની એકમાત્ર સંતાન હતી અને તેઓએ હાલમાં જ આરાધ્યાનું એડમિશન કરાવ્યું હતું અને તેને જુલાઈ મહિનાથી શાળાએ જાવાનું હતું.

Image Source

પરિવારના લોકોના અનુસાર આરાધ્યા મોટાભાગે પાણીમાં રમતી રહે છે. લગભગ ચાર મહિના પહેલા પણ તે પથારી  માંથી ઉઠીને બાથરૂમમાં ચાલી ગઈ હતી. પણ ત્યારે તેના પરિવારના લોકોની નજર પડી જાતા દુર્ઘટના થાતા બચી ગઈ હતી. તે એટલી હસમુખ હતી કે આજુ બાજુના પાડોશીઓ તેને ખુબ વ્હાલ-પ્રેમ કરતા હતા. આરાધ્યાની સાથે થયેલી આ દુર્ઘટનાની જાણ થાતા જ પાડોશીઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.