ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે વિશ્વનું સૌથી મોંઘુ પનીર, એક કિલોની કિંમતમાં 1 બાઈક આવી જાય

આ 1 કિલો પનીરની કિંમત એટલી છે કે તમારો આખા વર્ષનો જમવાનો ખર્ચો નિકળી જાય

વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મુકી છે. દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાય જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. ખાસ કરીને દૂધ કે તેની પ્રોડક્ટના ભાવ પણ વધી ગયા છે. આજકાલ દરેકના ઘરમાં પનીરનો ઉપયોગ થાય છે. હોટેલમાં પણ આપણે પંજાબી સબ્જી કે પછી અન્ય પનીરની આઈટમ ખાતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે અમુલના પનીરની વાત કરીએ તો તે 360થી 400 રૂપિયાનું કિલ્લો મળે છે પરંતુ શું તમે ક્યારેય એવું પનીર જોયું છે જેની કિંમત કિલોના 82,000 રૂપિયા હોય? નહીં ને! તમને કદાચ આ વાત સાચી નહીં લાગે કારણ કે આટલું મોંઘુ પનીર કેવી રીતે હોય શકે. પરંતુ આજે અમે તમને વિશ્વના સૌથી મોંઘા પનીર વિશે જણાવીશું.

એક રિપોર્ટ પ્રમાણે આ પનીર ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે અને તેની બનાવટ પણ અલગ હોય છે. તે દેખાવમાં એકદમ સફેદ હોય છે. જો કે તે એક સ્પેનિશ પનીરની જેમ દેખાઈ છે, પરંતુ તેનો સ્વાદ ઘણો અલગ છે. સ્પેનિશ ચીઝ મેચેગો બ્રિટિશ સુપરમાર્કેટમાં તેનાથી ઘણુ સસ્તુ છે અને સ્પેનિશ પનીર અંદાજે 1245 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાય છે. ડોન્કી પનીર જેને પુલે(Pule) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના વિશે તમને વધુ જણાવીએ તો તેને સર્બિયાના જસાવિકામાં બનાવવામાં આવે છે.

એવું કહેવાય છે કે, એક કિલો કિંમતી પરીન બનાવવા માટે લગભગ 25 લીટર ગધેડીના તાજા દૂધની જરૂર પડે છે. અહીંના ફાર્માં બોટલબંધ દૂધનો પણ ઉપયોગ કરે છે, જેના વિશે કહેવાય છે કે, આ ઈજીપ્તની રાણી ક્લિયોપેટ્રાની સુંદરતાનું રહસ્ય હતું. પ્રખ્યાત ઈજીપ્તની રાણી ક્લિયોપેટ્રા વિશે એવું પણ કહેવાય છે કે, તે દરરોજ ગધેડાના દૂધથી સ્નાન કરતી હતી.

ડોન્કી પનીર સૌથી મોંઘા ખાદ્ય પદાર્થમાનું એક છે, જે વાગ્યૂ બીફ અને ઈટાલિયન ટ્રફલ્સની બરોબર છે. અન્ય મોંઘી વસ્તુમાં સ્વીડિશ મુસ ચીઝ પણ સામેલ જેની કિંમત અંદાજે £630 પ્રતિ કિલો છે. Caciocavallo Podolico એક દુર્લભ ઈટાલિયન જાતિની ગાયના દૂધમાંથી બનતુ પનીર છે જે માત્ર મે અને જૂન દરમિયાન જ દૂધ આપે છે.

YC