રસોઈ

પનીર ટીક્કા સેન્ડવિચ રેસિપી : ભરપૂર સ્વાદિષ્ટ અને એકદમ હેલ્થી

પનીર ટીક્કા સેન્ડવિચ:
હેલો ફેંન્ડસ, તમે બધા સેન્ડવિચ તો બનાવતા જ હશો પણ આજે હું તમારા માટે સેન્ડવિચની એવી વેરાયટી લઈને આવી છુ જે ટેસ્ટમાં તો યમ્મી છે જ સાથે ખૂબ જ હેલ્ધી પણ છે.તો નોંધી લો મારી આ હેલ્ધી રેસીપી અને આજે જ ટા્ય કરો તમારા કિચનમાં.
સામગી્:

 • હોલ વિટ/ બા્ઉન બે્ડ-૬ નંગ
 • પનીર- ૧ કપ
 • દહીં- અડધો કપ
 • ગી્ન કેપ્સીકમ-૧/૪ કપ
 • ડુંગડી- ૧ નંગ
 • તેલ-૧ ટી સ્પૂન
 • લાલ મરચુ- ૧ટી સ્પૂન
 • હડદર-હાફ ટી સ્પૂન
 • ધાણાજીરુ-૧ ટી સ્પૂન
 • ગરમ મસાલો-૧ ટી સ્પૂન
 • મીઠુ- સ્વાદ અનુસાર
 • કસૂરી મેથી-૧ ટીસ્પૂન
 • ઓરેગાનો-૧ ટી સ્પૂન
 • ચીલી ફ્લેક્સ-હાફ ટી સ્પૂન
 • ચીઝ-અડધો કપ
 • બટર-અડધો કપ
 • મેયોનીઝ- હાફ કપ
 • ગી્ન ચટણી-હાફ કપ
 • ટોમેટો કેચપ- સવિૅંગ માટે
 • તલ-૧/૪ કપ

 રીત:
એક બાઉલમાં દહીં લઇ તેમાં લાલ મરચુ,હડદર,ધાણાજીરુ,ગરમ મસાલો,તેલ,ગી્ન કેપ્સીકમ,ડુંગડી,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો ઉમેરીને સરખુ હલાવો. તેમાં પનીરનાં કયુબ્સ અને કસૂરી મેથી ઉમેરીને ૨ કલાક માટે રેસ્ટ આપો.
હવે બે્ડ પર થોડુ બટર લગાવો.તેની પર મેયોનીઝ અને ગી્ન ચટણી લગાવો. તેની પર મેરોનેટ કરેલુ પનીરનુ મિશ્રણ લગાવી ચીઝ સ્પે્ડ કરો.
તેની પર બે્ડ કવર કરી નોનસ્ટીક પેનમાં થોડુ બટર મૂકી તેના પર થોડા તલ મૂકી તૈયાર કરેલી બે્ડ મૂકો.બે્ડની ઉપરની સાઇડ પર બટર લગાવી તલ સ્પીંકલ કરી બંને બાજુ સરખી શેકી લેવી.
તમે સેન્ડવીચ ટોસ્ટરમાં પણ બનાવી શકો છો પણ આ સેન્ડવીચ તવામાં વધારે સારી બને છે.

નોંધ:
મેં બા્ઉન બે્ડ લીધી છે તમે વ્હાઇટ બે્ડ લઇ શકો છો.
પનીરને મેરોનેટ કરતી વખતે સ્વીટ કોનૅ અને બીજા વેજીટેબ્લ્સ એડ કરી શકો છો.

તો ફેંન્ડસ તૈયાર છે હેલ્ધી અને યમ્મી સેન્ડવીચ.તો આજે જ બનાવો તમારા કિચનમાં અને કમેન્ટસમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી જેથી બીજી આવી અવનવી રેસપી તમારી સાથે શેર કરી શકુ.

Recipe By: Bhumika Dave
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!