રસોઈ

મજેદાર સ્વાદિષ્ટ પનીર ટીકા ની રેસીપી, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

Image Source

પનીર ટીકા એ એક સ્વાદીષ્ટ વ્યંજન છે જેને નાસ્તા મા કે સ્ટાર્ટર મા પીરસવા મા આવે છે. જો તમે વિચારી રહ્યા છો કે સ્વાદિષ્ટ પનીર ટીકા ઓવન મા કેવી રીતે બનાવવા તો આ આસાન વિધી નુ પાલન કરો. આ રેસીપી મા કંન્વેક્શન ઓવન નો ઉપયોગ થયો છે. આપ આને માઈક્રોવેવ ઓવન મા કંન્વેક્શન મોડ કે ગ્રીલ મોડ મા સેટ કરી ને પણ બનાવી શકો છો. આના માટે નીચે દીધેલા સુજાવ ને વાચો. ધ્યાન રાખો કે આને તમે ફક્ત માઈક્રોવેવ ઓવન મા નહી પકાવી શકો.

Image Source

પુર્વ તૈયારી નો સમય : ૧ કલાક ૧૫ મીનીટ
પકાવા નો સમય : ૨૦ મીનીટ
કેટલા લોકો માટે : ૩

 • સામગ્રી:

  Image Source
 • ૧/૨ કપ – ધાટુ દહી
 • ૧ ચમચી – આદુ લસણ ની પેસ્ટ
 • ૧/૪ ચમચી – કોર્ન સ્ટાર્ચ (વૈકલ્પીક‌)
 • ૧ ચમચી – લાલ મરચુ પાઉડર
 • ૧ ચપટી – હળદર પાઉડર (વૈકલ્પીક)
 • ૧ ચમચી – ધાણા જીરુ પાઉડર
 • ૧ ચમચી – ગરમ મસાલા પાઉડર
 • ૧ ચમચી – લીંબુ નો રસ
 • ૧ ચમચી – ચાટ મસાલા પાઉડર
 • ૨ ચમચી – સરસો નુ તેલ કે કોઈપણ તેલ
 • નમક – સ્વાદ અનુસાર
 • ૧૫૦ ગ્રામ – પનીર, ૧/૩ ઈચ મોટા અને ૧.૫ ઈચ લાંબા ટુકડા મા સમારેલા લગભગ ૧.૫ કપ
 • ૧ – મોટુ શીમલા મીર્ચ ૧.૫ ઈચ ના ટુકડા મા ચોરસ કાપેલુ
 • ૧/૨ – મોટુ લાલ શીમલા મીર્ચ ૧.૫ ઈચ ના ટુકડા મા ચોરસ કાપેલુ ટમેટા બી કાઢેલા ૧.૫ ઈચ ના ટુકડા મા ચોરસ કાપેલા
 • ૧ – મોટો કાંદો ૧.૫ ઈચ ના ટુકડા મા ચોરસ કાપેલો
  સજાવા માટે ની સામગ્રી
 • ૧ – લીંબુ કાપેલુ
 • ૧ – મધ્યમ ડુંગળી પાતળી લાંબી સ્લાઈઝ મા કાપેલો
 • ૧/૪ કપ – લીલી ચટની

પનીર ટીકા બનાવા ની વિધી:

Image Source

૧) ૧/૨ કપ દહી ને મલમલ ના કપડા મા બાંધી લ્યો. અને એમા થી વધારા નુ પાણી કાઢી લ્યો અને એને ૧ કલાક માટે ટીંગાળી દો. અથવા તો છ્ન્ની ની અંદર રાખો. ( છ્ન્ની ની નીચે એક શકોરૂ રાખો) અને ફ્રીઝ મા રાખો. આ દહી ને ગાઢા દહી કે ચક્કા દહી તરીકે જાણીતુ છે.

૨) હવે એક મોટા શકોરા મા આ દહી ને લ્યો.

૩) એમા ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ, ૧/૪ ચમચી કોર્ન સ્ટાર્ચ, ૧ ચમચી લાલ મરચુ, એક ચપટી હળદર પાઉડર, ૧ ચમચી ધાણા જીરુ પાઉડર, ૧ ચમચી ગરમ મસાલા, ૧ ચમચી લીંબુ રસ, ૧/૪ ચમચી ચાટ મસાલા, ૧/૨ ચમચી તેલ અને એક ચપટી નમક નાખો.

૪) સારી રીતે એક ચમચી થી હલાવી લ્યો. ટીકા માટે મેરીનેડ તૈયાર છે.

Image Source

૫) પનીર, લીલા શીમલા મરચા, લાલ શીમલા મરચા, અને કાંદા ને ૧.૫ ઈચ ને ચોરસ ટુકડા મા તૈયાર કરો.

૬) તૈયાર મેરીનેડ મા પનીર ક્યુબસ, લીલા શીમલા મીર્ચ, લાલ શીમલા મીર્ચ અને ડુંગળી ને નાખો. આને સારી રીતે મીક્સ કરી લ્યો. કારણ કે બધી સબ્જી અને પનીર સારી રીતે મેરીનેડ મા લેપીત થઈ જાય. હવે આ શકોરા ને ઢાંકળા કે પ્લાસટીક ક્લીંગ થી ઢાકી ને કમસે કમ એક કલાક સુધી ફ્રીઝ મા રાખી દો. જો સંભવ હોય તો સારા સ્વાદ માટે આને ૨-૩ કલાક માટે ફ્રીઝ મા રાખો.

૭) ઓવન ને ૨૦૦ ડીગ્રી તાપમાને પ્રી હીટ કરી લ્યો. અને છ નંગ લાકડા ની પાતળી સ્ટીક પનીર અને સબ્જી ભરાવા માટે લ્યો. આને ૨૦ મીનીટ સુધી પાણી મા પલાળી લ્યો જેથી ચડવા સમયે આ બળશે નહી.

૮) ડુંગળી, લાલ શીમલા મીર્ચ, લીલા શીમલા મીર્ચ, પનીર ને લાકડા ની સ્ટીક મા પોરવી લ્યો. બતાવેલ ક્રમ મા પ્રત્યેક ટુકડા ને આજ ક્રમ મા બધી સબ્જી અને પનીર ના ટુકડા ને આજ રીતે સ્ટીક પર લગાડી દો. એક ઉંદી બેકીંગ ટ્રે ઉપર એલ્યુમીનીયમ ફોઈલ લગાડી દો. સ્ટીક પર લાગેલા પનીર અને સબ્જી ઉપર થોડુ તેલ લગાડી દો. આને પ્રી હીટ કરેલા ઓવન મા ૨૦૦ ડીગ્રી એ લગભગ ૭-૮ મીનીટ સુધી ચડવા દો. આને પછી ઓવન મા કાઢી ને પલટો અને પછી બીજી બાજુ તેલ લગાડી ને ફરી થી ૫-૭ મીનીટ સુધી ઓવન મા પકાવો. પનીર ની કીનાર ભુરા રંગ ની થાય ત્યા સુધી ચડવા દો.

૯) આને ઓવન માથી કાઢો અને એક થાળી મા રાખો. પનીર ટીકા પર ચાટ મસાલો છાંટો અને કાપેલી ડુંગળી, કાપેલુ લીંબુ અને ચટપટી ફુદીના ની ચટની સાથે એક ડીશ મા સજાવી ને કોલડ્રિંક સાથે પીરસો.

Image Source

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks