મિત્રો પનીર બાળકો ની તથા મોટાની બધાંની ભાવતી વસ્તુ છે. બાળકોને રોજ શું ટીફીન આપવુ. એવી ચિંતા રોજ થતી હશે બધી માતાને. આજે હું તમને જણાંવીશ એકદમ સરળ પનીર સેન્ડવીચ ની રેસીપી.
સામગ્રી
- બ્રેડ – ૧ પેકેટ
- પનીર – ૨૫૦ ગ્રામ
- બટાકાં – ૨૦૦ ગ્રામ
- ડુંગળી – ૨૦૦ ગ્રામ
- વટાણા – ૨૦૦ ગ્રામ
- કેપ્સીકમ – ૨ નંગ
- ટામેટા – ૨ નંગ
- મેયોનીઝ – જરૂર મુજબ
- બટર – જરૂર મુજબ
- હળદર – સ્વાદાનુસાર
- ધાણાજીરુ – સ્વાદાનુસાર
- મરચુ – સ્વાદાનુસાર
- મીઠું – સ્વાદાનુસાર
- ચાટ મસાલો – સ્વાદાનુસાર
- ગરમ મસાલો – સ્વાદાનુસાર
- મીઠા લીમડા નાં પાન – વઘાર માટે
- જીરૂ – વઘાર માટે
રીત :
સૌ પ્રથમ પનીરને પાણીમાં બાફી લો અને પાણી નિતારી ઠંડુ થવા દો. ત્યારબાદ બટાકા અને વટાણા ને બાફી લો.
તેને એક વાસણ માં કાઢી લો. હવે તેમાં ઝીણાં સમારેલા કેપ્સીકમ , ઝીણા સમારેલા ટામેટા ઉમેરી તેનુ પૂરણ તૈયાર કરો.
હવે એક કડાઇ માં થોડું તેલ ઉમેરો. તેમાં ડુંગળી સાંતળો. તેમાં જીરૂ અને મીઠા લીમડાનાં પાન ઉમેરો.
ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે તેમાં બટાકા નુ પુરણ ઉમેરો. ત્યારબાદ તેમાં પનીર ને ખમણી ને ઉમેરો. હવે તેને થોડી વાર થવા દો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો.
ત્યાં સુધી બ્રેડ લો અને કિનાંરી કાપી નાંખો. પછી તેનાં પર બટર લગાવી દો. અને ત્યારબાદ તેનાં પર મેયોનીઝ લગાવો.
હવે પૂરણ ને બ્રેડ પર લગાવો. અને બીજી બ્રેડ પર બટર લગાવી તેને ઉપરથી ઢાંકો. હવે તમારી સેન્ડવીચ તૈયાર છે
તેને ગ્રીલ કરી અને સર્વ કરો. તમે તેને કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો.
તો તૈયાર છે પનીર સેન્ડવીચ. આજે જ બનાંવો.
લેખક – બંસરી પંડ્યા “અનામિકા”
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ