પનીર ના પકોડા
સમગ્રી :
- પનીર – 350 ગ્રામ
- વેસણ – 200 ગ્રામ ( 2 નાની કટોરી )
- લાલ મરચા – નાની અડધી ચમચી
- ધાણા પાઉડર – નાની અડધી ચમચી
- મીઠું – સ્વાદાનુસાર
- ચાટ મસાલો – 1- 1/2 નાની ચમચી
- તેલ – તળવા માટે
વિધિ :
વેસણ ને એક વાસણ માં કાઢી ને તેમાં લાલ મરચા, ધાણા પાઉડર, એક ટેબલ સ્પૂન તેલ અને મીઠું નાખીને, પાણી નાખો અને ઘટ્ટ, ચીકણુ ઘોળવુ બનાવી લો. ઘોળવા ને અડધા કલાક સુધી રાખી દો. પનીર ને 1 – 1/2 ઇંચ લાંબા અને 1 – 1/2 પહોળા 1/2 ઇંચ જાડા ટુકડા કાપો.એક ટુકડા ને વચ્ચે થી કાપી ને બે ભાગ કરી લો. પ્રત્યેક ની વચ્ચે થોડો (સ્વાદાનુસાર ચાટ) મસાલો લગાવી ને બંધ કરીને પ્લેટ માં રાખી લો. કઢાઈ માં પકોડા તળવા માટે તેલ નાખી ને ગરમ કરો.
વેસણ ને ઘોળી ને સારી રીતે ફેટી લો. પનીર નો એક મસાલો લગાવેલો ટુકડો ઉઠાવો, વેસણ માં લપેટો અને કઢાઈ માં નાખો.
પકોડા હલ્કા સેકાયા પછી ક્લછી થી પલ્ટી લો. બીજા પનીર ના ચૌકોર ટુકડા ને એવી રીતે જ વેસણ માં લપેટી ને નાખો, અને મીડીયમ ગેસ પર તળો. એક વખત માં 2-3 પકોડા કઢાઈ માં નાખી ને તળી લો. બ્રાઉન થયા બાદ કઢાઈ થી કાઢી ને પ્લેટ માં રાખો. આ રીતે બધા પકોડા તૈયાર કરી લો.
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ