રસોઈ

પનીર મસાલાની રેસિપી – એકદમ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી વાંચો અને શેર કરો ..

પનીરમાંથી અવનવી વાનગી ઓ બનાવતા હશો તમે. આજે જોઇએ મસાલા પનીર ની એકદમ easy રેસિપી. જે તમે easily બનાંવી શકશો

સામગ્રી

 • પનીર – ૨૫૦ ગ્રામ
 • આદુ મરચા ની પેસ્ટ
 • તેલ – જરૂર મુજબ
 • રાઇ – જરૂર મુજબ
 • મીઠો લીમડો – ૪ પતા
 • ઝીણા સમારેલા કેપ્સિકમ – ૧
 • ઝીણુ સમારેલુ ગાજર – ૧
 • ઝીણી સમારેલી ડુંગળી – ૧
 • હળદર – સ્વાદાનુસાર
 • મીઠુ – સ્વાદાનુસાર
 • ધાણાજીરૂ – સ્વાદાનુસાર
 • ગરમ મસાલો – સ્વાદાનુસાર
 • ટમેટા – ૧

સૌ પ્રથમ પનીર ના ટુકડા ને પાણીમાં ઉકાળી લો. અને બફાઇ જાય એટલે પાણી નીતા્રી ઠંડા થવા દો. હવે કડાઇ માં તેલ નાંખો એમા રાઇ, જીરૂ , આદુ મરચા ની પેસ્ટ નાંખી ૨ મિનિટ સાંતળો.

ત્યાર બાદ એમા ઝીણી સમારેલી ડુંગળી નાંખો અને સાંતળો. ત્યાર બાદ ઝીણા સમારેલા કેપ્સિકમ , સમારેલા ગાજર, ટમેટા ની પ્યુરી બનાંવી તેમાં નાખો અને થોડી વાર સાંતળો. ત્યારબાદ તેમા પનીર ના ટુકડા નાંખો તેમા સ્વાદાનુસાર મીઠુ, હળદર, ધાણાજીરુ , ગરમ મસાલો, મરચુ બધુ નાંખો.

અને હલાવો. જો તમને રસો જોઇએ તો પાણી ઉમેરી શકો. નહી તો એમનેમ થવા દો. ૫ મિનીટ માં તૈયાર થઇ જશે મસાલા પનીર. તેને ડિશમા કાઠી કોથમીર થી ગારનીશ કરો.

તો આ હતી easy પનીર ની રેસિપી જે તમે કયારે પણ બનાંવી શકો છો તો આજે જ બનાંવો પનીર મસાલા.

~ બંસરી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ