રસોઈ

પનીર ચટપટા રેસિપી, આજે જ બનાવો નાસ્તામાં – મોજ પડી જશે

હેલો મિત્રો..🙋‍♀️
જ્યારે ઘર માં અચાનક મહેમાન આવે ત્યારે ઘણી મહિલાઓ ને એમ થતું હોય છે કે હવે એમના માટે નાસ્તો શું બનાવું…!!🤔
તો મિત્રો, હું તમારા માટે લાવી છું આનું જબરદસ્ત સોલ્યુશન…!!

આજે હું જે રેસિપિ તમારી સાથે શેર કરું છું એનું નામ છે પનીર ચટપટા.. 😋😋 બનવામાં એક્દમ સરળ અને ટેસ્ટ માં છે એક્દમ ચટપટી…( આવી ગયું ને મોં માં પાણી…!! )

તો ચાલો આજે ટ્રાય કરીએ પનીર ચટપટા ❤️

બનાવવા માટે ની સામગ્રી :-

 • 300 ગ્રામ પનીર
 • 1 પેકેટ ચટપટી આલુ ભૂજિયા સેવ
 • 1 કપ મકાઈ નો લોટ
 • 1 ચમચી આદુ-લસણ ની પેસ્ટ
 • 1 ચમચી લાલ મરચું પાઉડર
 • 1 ચમચી મીઠું
 • 1/2 ચમચી હળદર પાઉડર
 • 1/2 ચમચી ચાટ મસાલો
 • ચપટી બેકિંગ સોડા
 • પાણી જરૂર મુજબ
 • તેલ તળવા માટે

સર્વ કરવા માટે :-

 • ટોમેટો સોસ અથવા
 • મેયોનેઝ

બનાવવા માટેની વિધિ :-

૧.સૌ પ્રથમ એક ઝીપ બેગ લો અને તેમાં એક પેકેટ ચટપટી આલુ ભૂજિયા સેવ નાખો.
( ફોટો માં દર્શાવ્યા મુજબ)
અને તે ઝીપ બેગ ને વેલણ થી વણી લો અને ક્રશ કરેલી સેવ ને બાઉલ મા કાઢી લો અને સાઇડ મા રાખો.

૨.હવે બીજો એક બાઉલ લો. અને તેમાં એક કપ મકાઈ નો લોટ નાખો.પછી તેમાં આદું-લસણ ni પેસ્ટ,લાલ મરચું પાઉડર,મીઠું,હળદર,ચાટ મસાલો,અને ચપટી બેકિંગ સોડા નાખો. પછી જરૂર મુજબ પાણી નાખીને તેનું ખીરું તૈયાર કરો.
( ખીરું જાડું કે પાતળું ના હોવું જોઈએ.)

૩.ત્યાર બાદ પનીર લો અને તેના મીડિયમ સાઇઝ ના ચોરસ કટકા કરો.

4.પછી એ બધા પનીર ના કટકા ને બનાવેલા ખીરા માં નાખી દો અને બરાબર મિક્સ કરી લો.અને ૩૦ મિનિટ સુધી ફ્રિજ માં રાખો.

5.આ બાજુ કઢાઈ માં તેલ ને ગરમ કરવા મુકી દો.

6.ત્રીસ મિનિટ થયા બાદ બનાવેલા મસાલા પનીર ક્યૂબ ને ફ્રીજ માંથી બહાર કાઢો અને ક્રશ કરેલી આલુ ભૂજિયા સેવ માં રગદોળો અને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.

તો તૈયાર છે પનીર ચટપટા ❤️ આ પનીર ચટપટા ને તમે ટોમેટો સોસ અથવા મેયોનેઝ સાથે સર્વ કરી શકો છો.

તો મિત્રો!! હવે જ્યારે પણ આવી રીતે તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય તો તેમને આ પનીર ચટપટા ❤️ ખવડાવી ને ખુશ કરી દો..!!😊 એટલે તમે પણ ખુશ અને તમારા મહેમાનો પણ ખુશ…!! 😃

મિત્રો, મને જણાવજો કે તમને આ રેસિપિ કેવી લાગી..!! અને આ પનીર ચટપટા રેસિપિ તમારી સખી ઓ સાથે શેર કરવાનું ભૂલતાં નહીં..!! 😃

લેખિકા:- કિર્તી જયસ્વાલ
Author: GujjuRocks Team

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ