મિત્રો સમોસા અને મેગી બંન્ને બધાંને મોસ્ટલી ભાવતાં જ જશે. તો કેવુ રેશે કે આ બંન્ને નું કોમ્બિનેશન કરીએ અને એક નવી રેસિપી બનાંવી અે. તો આજે હું આપને જણાંવીશ એકદમ ઈઝી રેસિપી.
સામગ્રી
- વટાણા – ૨૦૦ ગ્રામ
- બટાકા – ૨૫૦ ગ્રામ
- તેલ – તળવા માટે
- હળદર – સ્વાદાનુસાર
- મીઠું – સ્વાદાનુસાર
- મરચુ – સ્વાદાનુસાર
- ધાણાજીરુ – સ્વાદાનુસાર
- ગરમ મસાલો – સ્વાદાનુસાર
- રાઇ – વઘાર માટે
- પનીર – ૨૦૦ ગ્રામ
સૌ પ્રથમ એક કડાઇ માં તેલ ઉમેરો. ત્યારબાદ તેમાં રાઇ ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, ધાણાજીરુ ઉમેરો. ત્યારબાદ તેમાં વટાણાં ઉમેરો અને સાંતળો. પછી એમાં બાફેલા બટાકા નુ મિશ્રણ ઉમેરો. તેને બરોબર હલાવી લો. ત્યારબાદ તેમાં ખમણેલુ પનીર ઉમેરો. ત્યારબાદ તેને બરોબર મિક્સ કરી થવા દો. તે થઈ જાય એટલે તેને ઠંડુ થવા દો. હવે બ્રેડ લો. તેની કિનાંરી કાપી લો. તેને વેલણ વડે વણીને થોડી પાતળી બનાંવો. ત્યારબાદ તેને સમોસા નાં શેપ આપી દો. મેંદાનાં લોટમાં થોડું પાણી ઉમેરી પાતળું ખીરું તૈયાર કરો. એને બ્રેડ ની કિનાંરી પર લગાવો જે બાજુએથી વાળવાની હોય.એટલે બ્રેડ છુટી ન પડે અને સમોસા નો શેપ આવે. હવે તેમાં બનાંવેલુ પૂરણ ભરી દો. અને ગરમ તેલ માં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તમે તેને હવે સર્વ કરી શકો છો. તો આજેજ બનાંવો પનીર નાં બ્રેડ સમોસા.
લેખક – બંસરી પંડ્યા ” અનામિકા” GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ