રસોઈ

પનીર બોલ્સ રેસિપી – એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, ક્લિક કરી વાંચો રેસિપી

મિત્રો પનીર માંથી ઘણી અવનવી વાનગી બનાંવતા હશો. પણ આજે હું તમને એક નવી રેસિપી જણાંવીશ જે છે પનીર બોલ્સ. તમે રોજ વિચારતા હશો કે આજે બાળક ને ટીફીન માં શું નવુ આપવુ. તો ચલો જાણીયે પનીર બાલ્સ ની રેસિપી.

સામગ્રી

 • ડુંગળી – ૧
 • ટામેટા -૧
 • મરચાં – જરૂર મુજબ
 • વટાણા – ૨૦૦ ગ્રામ
 • પનીર – ૨૫૦ ગ્રામ
 • હળદર – સ્વાદાનુસાર
 • મરચુ – સ્વાદાનુસાર
 • ધાણાજીરુ – સ્વાદાનુસાર
 • મીઠું – સ્વાદાનુસાર
 • ગરમ મસાલો – સ્વાદાનુસાર
 • મેંદો -એક નાનો બાઉલ

સૌ પ્રથમ એક કડાઇ માં તેલ ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળી ઝિણી સમારેલી શેકો. ત્યારબાર એમાં ટામેટા અને લીલા મરચાં ઝીણા સમારેલા શેકી તેને સાંતળો. પછી તેમાં ખમણેલુ પનીર અને સ્વાદાનુસાર બધો મસાલો ઉમેરો.

ત્યારબાદ તેને વાસણ માં કાઢી ઠંડુ થવા દો. પછી એનાં બોલ્સ વાળી લેવા. ત્યારબાદ બાદ તેને ફ્રીજ માં ૨ કલાક સુધી રાખવા. ત્યારબાદ તેને બહાર કાઢો. પછી એક વાસણ માં મેંદો લઇ તેમાં પાણી ઉમેરી તેનું ખીરું તૈયાર કરો. હવે બોલ્સ ને ખીરા માં ડુબોળી ગરમ તેલ માં તળી લો. તો તૈયાર છે પનીર બોલ્સ. તમે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આજે જ બનાંવો આ રેસિપી.

Author: બંસરી પંડ્યા GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ