ખેલ જગત

હાર્દિક-કૃણાલ પંડ્યાએ ખરીદ્યો આલીશાન 8BHK એપાર્ટમેન્ટ, કિંમત છે અધધધ કરોડ રૂપિયા, અંદરનો નજારો જોઈને આંખો ખુલ્લીને ખુલ્લી રહી જશે

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને આજે કોઈ ઓળખની જરૂર નથી, તે તેની રમતને લઈને તો હંમેશા ચર્ચામાં રહેતો જ હોય છે, સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યા અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા ક્રિકેટના મેદાન ઉપર તો છવાયેલા રહે જ છે સાથે સાથે હાલમાં પંડ્યા બ્રધર્સ દ્વારા મુંબઈના પૉશ વિસ્તારમાં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે તેને લઈને પણ તે ચર્ચામાં છે.

હાર્દિક અને કૃણાલ પંડ્યાએ આ મુકામ ઉપર પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે અને આજે તેમને પોતાના બધા જ સપનાઓ પણ સાકાર કરી બતાવ્યા છે અને તેના જ કારણે તેમને આજે મુંબઈના પૉશ વિસ્તારમાં એક આલીશાન 8 બીએચકે ફ્લેટ પણ ખરીદ્યો છે.

હાર્દિક અને કૃણાલ પંડ્યા બે સગા ભાઈઓ જ નહીં મિત્રો પણ છે અને તે પોતાની જવાબદારી પણ ખુબ જ સારી રીતે નિભાવતા હોય છે. હાલમાં જ બંને પોતાના જુના ઘરમાંથી નવા 8 બીએચકે હાઉસમાં શિફ્ટ થયા છે. તેમનું આ ઘર મુંબઈના પૉશ વિસ્તાર ખારમાં આવેલું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે હાર્દિક અને કૃણાલે મુંબઈના પ્રખ્યાત અને આલીશાન રુસ્તમજી પૈરામાઉન્ટ સોસાયટીમાં આ ઘર ખરીદ્યુ છે. એપાર્ટમેન્ટની જો વાત કરવામાં આવે તો આ 3838 વર્ગ ફૂટનું 4+4 બીએચકે એપાર્ટમેન્ટ છે. જેની કિંમત 30 કરોડ રૂપિયા છે.

તેમના આ ઘરમાંથી સમુદ્રનો સુંદર નજારો પણ દેખાય છે. તેની સાથે જ તેમની આ સોસાયટીમાં એક જિમ એરિયા પણ છે જ્યાં બંને ભાઈઓ કસરત પણ કરી શકે છે.

જિમ ઉપરાંત આ એપાર્ટમેન્ટમાં એક પ્રાઇવેટ થિયેટર, સ્કાઈ લાઉન્જ, વિશાલ સ્વિમિંગપુલ , ઇન્ડોર ગેમ ઝોન પણ છે.

હાર્દિક અને કૃણાલ બાળપણમાં વડોદરાના એક સામાન્ય એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેમને પોતાની મહેનત અને લગનથી વડોદરાથી મુંબઈ સુધીની સફર ખેડી છે. બંને ભાઈઓ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાના દીકરા અગત્સ્યનો જન્મ દિવસ આવતી કાલે હતો, અગત્સ્ય એક વર્ષનો થઇ ચુક્યો છે. આ નિમિત્તે હાર્દિક અને તેની પત્ની નતાશા ઉપરાંત કાકા કૃણાલ અને કાકી પંખુડી શર્માએ પણ ઈમોશનલ વીડિયો કર્યા હતા.