...
   

પંડિતજીએ ફેરા પહેલા દુલ્હનને સમજાવી એવી વસ્તુ કે સાંભળી દુલ્હો પણ રહી ગયો હક્કોબક્કો- જુઓ વીડિયો

પંડિતજીના કહેવા પર આ શું બોલી ગઇ દુલ્હન, બસ હાં જ બોલી શક્યો બિચારો દુલ્હો- જુઓ વીડિયો

જાન આવવાથી લઇને વિદાય સુધી, એવી ઘણી રસ્મો હોય છે જેને પૂરા કરતા કરતા એક દિવસ લાગી જાય છે. જો કે, કેટલાક એવા રીતિ-રિવાજ હોય છે જેના વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. જયમાલા બાદ જ્યારે દુલ્હા-દુલ્હન મંડપમાં બેસે છે, તો પંડિતજી મંત્રોચ્ચાર સાથે લગ્ન પૂર્ણ કરાવે છે. આ દરમિયાન પંડિતજી તેમના મંત્રોથી દુલ્હા દુલ્હનને સમજાવવાની કોશિશ કરે છે કે,

લગ્ન બાદ શું કરવું અને શું નહિ. ઘણીવાર પંડિતજી પોતાની વાત સરળ ભાષામાં સમજાવવા દરમિયાન એવી વાત કહે છે કે આપણે પણ હસી ઉઠીએ. હાલમાં એક આવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે પણ દંગ રહી જશો. સોશિયલ મીડિયા પર વાયરલ થવાવાળા વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હા દુલ્હન મંડપમાં છે.

પંડિતજી મંત્રોચ્ચાર શરૂ કરે છે. કેટલાક મંત્રો બાદ જ્યારે લગ્નની કસમ ખાવાની આવે છે તો પંડિતજી દુલ્હનને સમજાવતા કહે છે તમારા પતિએ શું કરવું જોઇએ-શું નહિ. તેમણે દુલ્હનને દુલ્હાને કહેવા માટે કહ્યુ કે, લગ્ન બાદ બગીચા કે મેળામાં જો મારા કરતા વધારે સુંદર છોકરી કે મહિલા દેખાય અને તમારુ મન વિચલિત કરશો તો હું તમારી અર્ધાંગિની નથી બની શકતી.

 

View this post on Instagram

 

A post shared by Preety Rohit Malik (@preety_rawat77)

પંડિતજી ફરી દુલ્હનને કહે છે કે દુલ્હાને કહે છે તેને આ સ્વીકાર્ય છે ? દુલ્હો પણ તરત જ હામાં જવાબ આપે છે. તે બાદ મંડપ પાસે બેસેલા બધા મહેમાન જોરજોરથી હસવા લાગે છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને preety_rawat77 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 8 લાખથી વધુ લાઇક્સ મળી છે અને લાખો વ્યુઝ મળ્યા છે.

Shah Jina