અજબગજબ

રેસ્ટોરન્ટમાં જમવા જવું હવે નહિ રહે પહેલા જેવું, જુઓ આ 13 તસ્વીરો

લગભગ બે મહિના પછી હવે એવું લાગી રહ્યું છે કે વિશ્વ પહેલીવાર થોડું સામાન્ય થઇ રહ્યું છે. કોરોના વાયરસ સામે લડવા માટે લોકડાઉન કર્યા બાદ હવે ઘણા દેશોએ ધીરે-ધીરે પ્રતિબંધો હળવા કરી દીધા છે, જેની સાથે જ કેટલાક પ્રતિબંધો અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની સાથે જ વસ્તુઓ ફરીથી ‘સામાન્ય’ થવા લાગી છે. સાથે જ જે લોકોને રેસ્ટોરન્ટમાં જમવાનો શોખ છે એ લોકો માટે સારા સમાચાર એ છે કે વિશ્વભરની રેસ્ટોરન્ટ્સ પણ ફરી ખુલી રહી છે.

પરંતુ હવે આ બધી રેસ્ટોરન્ટ્સમાં પહેલા જેવું નથી રહ્યું, અને હવે આ તસ્વીરો જોઈને તમને ખબર પડશે કે રેસ્ટોરન્ટમાં જમવા જવું હવે પહેલા જેવું નથી રહ્યું.

Image Source

ફ્લોરિડાની એક રેસ્ટોરન્ટમાં ટેબલની બંને બાજુએ પ્લાસ્ટિકનું ડિવાઈડર લગાવવામાં આવેલું છે અને આ તસ્વીરમાં જોઈ શકાય છે કે એક કપલ સોશિયલ ડિસ્ટન્સીંગની સાથે વાઈનની મજા લઇ રહ્યું છે.

Image Source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે દુબઈની એક રેસ્ટોરન્ટમાં આ કૂક માસ્ક પહેરીને ભોજન તૈયાર કરી રહ્યો છે.

Image Source

યંગોનના આ રેસ્ટોરન્ટમાં ટેબલની આસપાસ પ્લાસ્ટિકના ડિવાઈડર લગાવેલા છે જેથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય.

Image Source

કેલિફોર્નિયાના આ રેસ્ટોરન્ટમાં વેઈટર ગ્રાહકોને માસ્ક પહેરીને સર્વ કરી રહયા છે.

Image Source

રેસ્ટોરન્ટમાં સેનિટાઇઝર અને ડિસઇન્ફેક્ટન્ટ હવે સામાન્ય રીતે જ જોવા મળે છે. સેન સિબેશ્ચિયન સિટીમાં લોકો લન્ચ કરી રહયા છે..

Image Source

ન્યૂ ઓર્લિયન્સ, લ્યુઇસિયાનાના એક રેસ્ટોરન્ટમાં માસ્ક પહેરીને ગ્રાહકોને ભોજન સર્વ કરી રહ્યો છે.

Image Source

સાન ડિએગોના એક રેસ્ટોરન્ટની બહારના એરિયામાં બેસીને એક કપલ ખાઈ રહ્યું છે. આનાથી રેસ્ટોરન્ટની અંદર બેસવાની લિમિટનું પણ પાલન થઇ જાય છે.

Image Source

એમ્સ્ટરડેમના રેસ્ટોરન્ટમાં ક્વોરેન્ટાઇન ગ્રીનહાઉસમાં મોડેલ્સને ગ્રાહકો તરીકે બેસાડીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, અને ચેક કરવામાં આવ્યું હતું કે ગ્રાહકોને આ સુવિધા પસંદ આવશે કે નહિ.

Image Source

પ્લેક્સ’ઈટ પ્રોટોટાઇપ પ્લેક્સીગ્લાસ બબલની અંદર એક મહિલા ભોજન કરી રહી છે. આ પેરિસનું એક રેસ્ટોરન્ટ છે કે જે લોકડાઉન પછી ખોલવામાં આવ્યું છે અને કોરોના વાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.

Image Source

બેંગકોકના એક થાઈ રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે પિગ બલૂન લગાવવામાં આવ્યા છે જે બે વ્યક્તિઓ વચ્ચે પૂરતું અંતર રાખે છે.

Image Source

વિલ્નિઅસ, લિથુનીયાની એક રેસ્ટોરન્ટમાં મેનીકવીન્સ મુકવામાં આવેલા છે જે લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવે છે.

Image Source

પેરિસના એક રેસ્ટોરન્ટમાં ટેબલ પર પ્લાસ્ટિક શિલ્ડ લગાવવામાં આવેલા છે.

Image Source

મિલાન ઇટલીમાં એક રેસ્ટોરન્ટમાં વેઈટર માસ્ક પહેરીને ગ્રાહકને સર્વ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.