અજબગજબ ધાર્મિક-દુનિયા

આ મહાદેવનું મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે, પાંડવો દ્વારા બનાવાયેલી સ્વર્ગની સીડીઓ છે અહીં…

હિમાચલ પ્રદેશ ફક્ત પોતાની સુંદર વાદીઓ અને બરફથી ઢંકાયેલ પહાડો માટે જ પ્રખ્યાત છે એવું નથી પણ અહીંના મંદિરો પણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. હિમાચલમાં ઘણા એવા સુંદર મંદિર છે જે પ્રાચીનકાળથી અહીં આવેલ છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ઘણા બધા મંદિરો આવેલા છે ઘણા મંદિરો નવેસરથી બનાવવામાં આવ્યા છે પણ અમુક મંદિરોનો તો હજારો વર્ષ જુનો ઈતિહાસ રહેલો છે.

આજે આપણે એક એવા મંદિર વિશે જાણીશું કે જેનું નિર્માણ મહાભારતકાળ દરમિયાન પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું. મહાભારત સાથે જોડાયેલ આ મંદિર હિમાચલ પ્રદેશમાં આવેલ છે. હજારો વર્ષ જુના આ મંદિર સાથે પાંડવોની ઘણી બધી વાતો જોડાયેલી છે. આ મંદિરનું નામ છે બાથુકી લડી, આ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિર વર્ષમાં 8 મહિના પાણીમાં ડૂબેલ રહે છે અને ફક્ત 4 મહિના જ દેખાય છે.

Image Source

આપણે ફક્ત આપણે એટલું જ જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ સ્વર્ગની યાત્રા કરી હતી. પાંડવોએ સ્વર્ગ સુધી જવા માટે એક લાંબી સીડી બનાવી હતી, માનવામાં આવે છે કે પાંડવોએ આ સીડી આ જગ્યાએ જ બનાવી હતી. બાથુકી લડીના નામથી ઓળખાતું આ મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં, જ્વાલી કસ્બાની પાસેથી 30 મિનીટ દુર આવેલ છે.

પાણીમાં ડૂબેલ બાથુકી લડી મંદિર 1970માં પોંગ ડેમ બનવાના કારણે સરોવર મહારાણા પ્રતાપ સાગરમાં 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે. મંદિર ફક્ત મે અને જુન દરમિયાન જ જઈ શકીએ છીએ ત્યારે તેનું જળ સ્તર ઘટી જાય છે.

આ મંદિરને બાથુકી લડી નામથી ઓળખવામાં આવે છે. આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ મંદિર બનાવવા માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ પથ્થરને બાથું પથ્થર કહેવામાં આવે છે. અને લડી એટલા માટે કહેવામાં આવે છે કેમ કે ત્યાં એકસાથે 8 મંદિર છે. દુરથી જોવાથી આ મંદિરો એક માળામાં પરોવેલા મોતી સમાન દેખાય છે.

Image Source

આ મંદિર 5000 વર્ષથી પણ વધુ જુનું મંદિર છે, પૌરાણિક કથાઓનું માનીએ તો આ મંદિરનું નિર્માણ મહાભારત કાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ કરવાનો પાંડવોનો હેતુ અજ્ઞાતવાસ દરમિયાન શિવજીની પૂજા કરવાનો હતો.

કહેવાય છે કે મહાભારતકાળ દરમિયાન પાંડવો દ્વારા અહીં સ્વર્ગ જવા માટેની સીડી બનાવવામાં આવી હતી. વાત એમ હતી કે એક વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન નીકળેલ પાંડવોએ અહીં પહોચીને પહેલા શિવ મંદિર એટલે કે બાથુંની લડીનું નિર્માણ કર્યું અને પછી અહીં જ સ્વર્ગમાં જવા માટે સીડી પણ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

સ્વર્ગ જવા માટે સીડી બનાવવી કોઈ સરળ કામ નહોતું તેમણે ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણને આજીજી કરી અને ત્યારે કૃષ્ણએ 6 મહિનાની એક રાત બનાવી દીધી હતી પણ છ મહિના છતાં પણ સીડી તૈયાર થઇ ન હતી એટલા માટે આજે પણ આ મંદિરમાં સ્વર્ગ જવાની અધુરી સીડી આપણે જોઈ શકીએ છીએ. આ સીડીને લોકો આસ્થાથી પૂજતા હોય છે.

ઘણા વર્ષો સુધી આ મંદિર પાણીમાં ડૂબેલું હતું પણ આટલો સમય પાણીમાં રહેવા છતાં પણ મંદિરની પરિસ્થિતિ જેમ છે એમની એમ જ છે તેમાં કોઈ ફર્ક આવ્યો નથી.

Image Source

જયારે આ મંદિર પાણીમાં ડૂબેલું હોય છે તો સૌથી પહેલા તેના પિલર દેખાતા હોય છે. આ સમય દરમિયાન મંદિરનો ઉપરનો ભાગ જ ફક્ત પાણીમાંથી દેખાતો હોય છે. આ મંદિરમાં બીજા કુલ 6 મંદિર આવેલ છે જેમાં 5 નાના મંદિર અને એ બધા 5 મંદિર એક જ લાઈનમાં આવેલ છે. આ મંદિરમાં શેષનાગ, વિષ્ણુ ભગવાન વગેરેની મૂર્તિઓ સ્થાપિત છે. વચ્ચે મુખ્ય મંદિર આવેલ છે જે ભગવાન શિવને સમર્પિત છે.

આ મંદિરએ 8 મહિના સુધી પાણીમાં રહે છે પણ આની અંદર બાથુકી લડી મંદિરમાં એક પવિત્ર શિવલિંગ આવેલ છે અને તેમની સાથે દેવી કાલી અને ભગવાન ગણપતિની પણ તસ્વીર લાગેલ છે.

અહીં એક એવું રહસ્ય છુપાયેલ છે જેની તપાસ આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પણ નથી લગાવી શક્યા. આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે જયારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે સૂર્યની કિરણ સૌથી પહેલા બાથુકી લડી મંદિરમાં આવેલ શિવજીની મૂર્તિના ચરણ સ્પર્શ કરે છે.

Image Source

આ મંદિરે શિવરાત્રી દરમિયાન અહીં બહુ ભીડ હોય છે. અનેક ભક્તો દુર દુરથી દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ભગવાન શિવની શિવલિંગના દર્શન થઇ શકે છે. અહીં પહોચવા માટે હોડીની મદદ લેવામાં આવે છે.

આ મંદિરની આસપાસ પ્રાકૃતિક આઈલેન્ડ બનેલા છે જે નાના નાના ટાપુમાં વિભાજીત છે, તેને રેનસરના નામથી ઓળખવામાં આવે છે. આમાં રેનસરના અમુક જંગલ વિસ્તારમાં અમુક રિસોર્ટ પણ આવેલ છે અહીં પ્રવાસીઓને રહેવા માટે સારી અને ઉત્તમ વ્યવસ્થા છે.

મંદિરની આસપાસનું વાતાવરણ એકદમ સુંદર અને મનમોહક હોય છે. મંદિરની ચારે તરફ પાણી છે અને વચ્ચે આવેલ મંદિર બહુ સુંદર લાગે છે. પ્રવાસી પક્ષી અહીં વિહાર કરવા માટે આવે છે ત્યાં આસપાસ ડેમ આવેલ છે જે અનેક કુદરતી પ્રેમીઓને પણ તેમના તરફ આકર્ષે છે. તમને આ મંદિરની આસપાસ ઘણા રંગબેરંગી પક્ષીઓ જોવા મળશે.

આ મંદિરના દર્શન માટે અને ત્યાના દર્શન માટે માર્ચથી જુન મહિનાનો સમય સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

Image Source

આ મંદિર સુધી પહોચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ગગ્ગલ એરપોર્ટ છે. ત્યાંથી મંદિર ફક્ત દોઢ કલાક જ દુર છે. જે પણ અહીં જવા માંગે છે તેઓ રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ દ્વારા જઈ શકાય છે, જ્યાંથી ફક્ત 37 કિલોમીટર દુર છે આ મંદિર.

જ્વાલીથી બાથુકી લડી અને ત્યાંથી પરત આવવા માટેના બે રસ્તા છે એક બિલકુલ સરળ છે જેનાથી તમે બાથું સુધી 30 મિનિટમાં પહોંચી જશો અને બીજો છે તમે આ મંદિર સુધી પહોચવા માટે 40 મિનીટનો સમય લગાવો.

આ જગ્યાએ ભક્તોની ભીડ સારી એવી જામતી હોય છે. અહીં મોટેભાગે શિવરાત્રી કે પછી અમુક તહેવારોમાં સારી ભીડ જોવા મળે છે. અહીં આવવાવાળા ઘણા ભક્તોનું માનવું છે કે અહીં દર્શન કરવા આવનાર વ્યક્તિ સાચા મનથી પ્રાર્થના કરે છે અને જે પણ તેમની ઈચ્છા હોય એ શિવજી અવશ્ય પૂર્ણ કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks