ઘણા દિવસથી મળી રહ્યા હતા માણસના ટુકડા, મા-દીકરો રોજ કાપીને રાખતા ફ્રિજમાં પિતાની લાશ, વીડિયો

શ્રદ્ધાને શરમાવે એવો ભયાનક વધુ એક કિસ્સો: પત્ની અને દીકરાએ જ પતિની હત્યા કરી કર્યા હતા 10 ટુકડા, ફ્રિજમાં લાશ મૂકીને રોજ રાત્રે… જુઓ વીડિયો

દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડને ઉકેલવામાં પોલીસનું માથું પણ ભમી ગયું છે,  હત્યારા આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને લાશના 35 ટુકડા કરીને ફ્રિજમાં રાખી દીધા હતા. ત્યારે હવે શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ વધુ એક મામલો દિલ્હીમાંથી સામે આવ્યો છે, જેમાં પત્ની અને દીકરાએ મળીને પતિની હત્યા કરી નાખી અને લાશના 10 ટુકડા કરીને ફ્રિજની અંદર રાખી દીધા હતા. આ હત્યાના 6 મહિના બાદ આ ઘટના સામે આવતા ચકચારી મચી ગઈ છે.

દિલ્હી પોલિસને ઇસ્ટ દિલ્હીના પાંડવનગરમાંથી માણસના શરીરના ટુકડા મળી રહ્યા હતા. હવે આખરે આ રહસ્ય પરથી પડતો ઊંચકાયો છે. જેમાં પાંડવ નગરના રહેવાસી એક યુવકની લાશને કાપીને ફ્રિજમાં રાખવામાં આવી હતી. જેના બાદ તેણે એક એક ટુકડા કરીને પાંડવ નગર અને ઇસ્ટ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ફેંકવામાં આવી રહ્યા હતા. આ હત્યાને અંજામ એક મહિલા અને એક યુવકે ભેગા મળીને આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ હત્યાને અંજામ એક મહિલાએ તેના દીકરા સાથે મળીને આપ્યો હતો અને લાશના ટુકડા તે મહિલાના પતિના જ હતા. મહિલાએ તેના દીકરા સાથે મળીને પતિની હત્યા એટલા માટે કરી દીધી કારણ કે તેના પતિનું બીજી એક વ્યક્તિ સાથે અફેર હતુ. બંનેએ કથિત રીતે લાશના 10 ટુકડા કર્યા અને તેને ફ્રિજમાં રાખી દીધા હતા. જેના બાદ એક એક ટુકડાને બંને મા દીકરો ઠેકાણે લગાવી રહ્યા હતા.

પાંડવ નગરમાં રહેતા અંજન દાસની હત્યા આ વર્ષે જૂન મહિનામાં થઇ હતી. જે બાદ તેની લાશના ટુકડા કરી ઘરના ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ રોજેરોજ લાશના ટુકડા પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકવામાં આવતા હતા. પૂનમ અને તેના પુત્ર દીપકે હત્યાની આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. મૃતક અંજન દાસને નશાની ગોળીઓ ખવડાવીને હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનામાં લાશના ટુકડા લઈ જતી વખતે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી પૂનમ અને તેના પુત્ર દીપકે જૂન મહિનામાં કથિત રીતે દાસની ગેરકાયદેસર સંબંધના કારણે હત્યા કરી હતી.  પાડોશમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં દિપક  મોડી રાત્રે બેગ લઈને જતો જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આ ફૂટેજ શબના ટુકડા લઇ જતા સમયની છે. જેમાં દિપકની પાછળ તેની માતા પણ નજર આવી રહી છે.

Niraj Patel