પંચમહાલમાં નરાધમ પરિણિત યુવકે માં બાપની છત્રછાયા ગુમાવનારી છોકરીને સાથે મંદિરમાં લગ્ન કરી તેની સાથે…
યુવતીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ થવાની ઘણી બધી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં બહાર આવી છે, ઘણીવાર કોઈ મહિલા કે યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવીને અંગત પળો માણતા વીડિયો પણ ઘણા લોકો કેમેરામાં કેદ કરી લેતા હોય છે અને તેને વાયરલ કરવાની ધમકી આપીનેબ્લેકમેલ પણ કરતા હોય છે, હાલ એવો જ એક મામલો પંચમહાલમાંથી સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ મામલો થોડા સમય પહેલા જ પંચમહાલના મોરવા હડફ તાલુકાના એક ચાંદપુર ગામમાંથી સામે આવ્યો હતો. જેમાં એક યુવકે એક પિતા વગરની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેના બાદ તેની સાથે અંગત પળોનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે યુવતીએ 181 અભયમની મદદ લીધી હતી.
181 અભયમની ટીમને ગત 3 એપ્રિલના રોજ એક કોલ આવ્યો હતો, જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તે છેલ્લા 3 વર્ષથી એક યુવકના પ્રેમમાં છે અને તેને 2 વર્ષ પહેલા મંદિરમાં તેની સાથે લગગન પણ કર્યા હતા. પરંતુ તેના પ્રેમીએ તેની હકીકત તે મહિલાથી છુપાવી હતી, યુવક પરણિત હતો અને તેને એક દીકરી પણ હતી. આ વાતની જાણ થતા જ મહિલા દુઃખી બની અને 181 અભયમની મદદ લીધી હતી.
ઘટના સ્થળે પહોંચેલી અભયમની ટીમે મહિલાનું કાઉન્સિલિંગ પણ કર્યું હતું, જેમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના પ્રેમીના મોબાઈલમાં તે એક દિવસ તેની પત્ની અને દીકરીની તસવીર જોઈ ગઈ હતી, જેના વિશે પૂછતાં યુવકે તેની માતા અને બહેન હોવાનું જણાવ્યું હતું, આ ઉપરાંત તેના પ્રેમીએ અમદાવાદમાં તેના માટે ઘર ખરીદ્યુ હોવાનું ઉપરાંત તે ગાંધીનગરમાં રહે છે એવું નકલી ઓળખકાર્ડ પણ બતાવ્યું હતું.
આ ઉપરાંત મહિલાને લગ્નની લાલચ આપી અને ઘર ખરીદવા તેમજ અન્ય ખર્ચ માટે રૂપિયા પણ પડાવ્યા હતા. યુવક તે મહિલાને બીજે લગ્ન ના કરવા દેવા માટે તેના ફોનમાં રહેલા ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ પણ આપતો હતો. ત્યારે મહિલાએ પોતાના પૈસા પાછા મળે અને બંને વચ્ચેના સંબંધોનો અંત આવે એ માટે થઈને તેને 181 અભયમનો સંપર્ક કર્યો હતો.
તો મહિલાનું કાઉન્સિલિંગ બાદ અભયમની ટીમ દ્વારા યુવકનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું અને તેને આ સંબંધોનો અંત આણીને તેના ઘર સંસારને સારી રીતે સાચવવાનું પણ સમજાવવામાં આવ્યું હતું, જેના બાદ તેને બાંહેધરી પણ આપી હતી, પરંતુ હજુ પણ યુવક પોતાના અંગત સ્વાર્થ માટે મહિલાનો ઉપયોગ કરી અને પૈસા પડાવવા માટે કાવતરા ઘડતો હોવાની વાત પીડિતા જણાવી રહી છે અને યોગ્ય કાર્યવાહી માટે માંગ કરી રહી છે.