લગ્નના થોડા સમય પહેલા જ પાડોશમાં રહેતા નરાધમે યુવતિ સાથે આચર્યુ દુષ્કર્મ, કાલે યુવતીની જાન આવતી હતી અને નરાધમે મારા ગંદા ફોટા મારા મંગેતરને….

મારો હાથ પકડી લીધો, પછી મારી સાથે જબરદસ્તી શરૂ કરી’; બિચારી પીડિતાની સ્ટોરી હૈયું કંપાવી દે એવી છે

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ કે યુવતિઓ તેમજ સગીરાઓ પર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં બદનામીના ડરે પીડિતા કે તેમના પરિવાર દ્વારા પોલિસ ફરિયાદ કરવામાં નથી આવતી હોતી, પણ ઘણા એવા છે જેઓ નરાધમને સજા અપાવવામાં માટે કોર્ટ કચેરીના ચક્કર પણ ખાય છે અને પોલિસમાં ફરિયાદ પણ નોંધાવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કિસ્સાઓમાં ઘણો વધારો થયો છે. ત્યારે હાલમાં પંચમહાલના ગોધરામાંથી એક યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પાડોશમાં રહેતા યુવકે પીડિતાને ઘરકામ માટે બોલાવી દુષ્કર્મ આચર્યું હતુ.

દિવ્ય ભાસ્કર

આ મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલિસે પોલિસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. નરાધમે યુવતી પર દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે, નરાધમ આરોપીએ પીડિતા લગ્નના થોડા સમય પહેલા વીડિયો અને ફોટા યુવતીના મંગેતરને મોકલી આપ્યા, જેથી યુવતીના લગ્ન પણ બંધ રહ્યા હતા. મંગેતરે યુવતિ સાથે લગ્ન કરવાની ના કહેતા યુવતીના પરિજનો પર તો આભ તૂટી પડ્યુ હતુ.યુવતિએ આ મામલે કહ્યુ કે, પહેલા તો તેણે હાથ પકડી લીધો અને પછી જબરદસ્તી શરૂ કરી.

દિવ્ય ભાસ્કર

આટલુ બોલતા બોલતા તો પીડિતાનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તે વાત કરતાં પણ ડરી રહી હતી. જો કે, તેની હાલત પરથી એ કહી શકાય કે નરાધમે કેવું કર્યુ હશે તેની સાથે કે યુવતિ આટલી ડરી હતી અને ધ્રુજી રહી હતી. યુવતિનું જીવન નરાધમે અઢી વર્ષ સુધી નર્ક જેવું કરી દીધુ હતુ. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, પંચમહાલના ગોધરાના એક વિસ્તારમાં આવેલ મધ્યમ પરિવારના વ્યક્તિ ચાની લારી ચલાવે છે અને આનાથી પરિવારનું ભરણ પોષણ કરે છે.જ્યારે તેમની પત્ની આજુબાજુના ઘરે જઈ વાસણ-કપડાં ધોવે છે અને પતિની મદદ કરે છે.તેમની સાથે તેમની દીકરીઓ પણ આજુબાજુના ઘરે જઈ પોતાના પરિવારનો પેટિયું રળતી.

ત્યારે પાડોશમાં રહેતા એક નરાધમ વ્યક્તિએ ગરીબ પરિવારની દીકરીને પોતાના ઘરે ઘરકામ બોલાવી અને અઢી વર્ષથી પણ વધુ સમય સુધી આ દીકરીને પોતાના ઘર અને ખેતરમાં કામ કરવા બોલાવી અને એકલતાનો લાભ લઇ અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યુ. તેણે આ દરમિયાનના ગંદા ફોટો અને વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કર્યા અને આને આધારે તેણે યુવતિને વાયરલ કરવાની ધમકી આપી અને વારંવાર દુષ્કર્મ ગુજારતો રહ્યો.જ્યારે પીડિતાના લગ્ન નક્કી થયા અને કંકોત્રી પણ છપાઈ ગઈ તેમજ લગ્ન માટે માંડવો પણ બંધાઈ ગયો. ત્યારે આ નરાધમે તેના મંગેતરને બરાત્કાર ગુજારેલો વીડિયો મોકલી દીધા અને યુવકે લગ્નની ના કહી દીધી. યુવતિનો ઘરસંસાર બનતાં પહેલાં જ તૂટી ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર

પીડિતાને લાગ્યુ હતુ કે હવે તેના બીજે લગ્ન નક્કી થઈ ગયા છે તો તે આ પાપીના નર્કમાંથી જલ્દી આઝાદ થઈ જશે પણ આ નરાધમે તો દીકરીને ક્યાંયની ના છોડી. નરાધમ પીડિતાના કોઈપણ હાલતમાં લગ્ન થવા દેવા માગતો નહોતો અને આને કારણે તેણે પહેલા તો કહ્યુ કે તે પિતાને લગ્ન માટે ના કહે પણ તેણે વાત ન માની તો નરાધમે લગ્નના દિવસે જ વરરાજાને ગંદા ફોટો વીડિયો મોકલ્યા, આ જોઈને વરરાજાના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેણે લગ્ન કરવાની ના કહી દીધી. પરિવારની માગ છે કે આ નરાધમને કડકમાં કડક સજા થાય. પિતાએ કહ્યુ કે, આજે મારી દીકરી સાથે આવું કર્યું, કાલે બીજી કોઇ દીકરી સાથે કરશે.

Shah Jina